જામનગર શહેર-જિલ્લામાં 5 પીધેલી હાલતમાં પકડાયા

  • August 04, 2021 10:55 AM 

નિકાવા,જામજોધપુર, રામેશ્વર ચોકમાં પોલીસ પ્રગટી

કાલાવડ, જામજોધપુર,જામનગર વિસ્તારમાંથી મોટર સાયકલ લઈને પીધેલી હાલતમાં નીકળેલા પાંચ શખ્સોને પકડી લેવાયા હતા.

કાલાવડ નિકાવા ગામ માં રહેતા કિશન બટુક વાજેલીયા ઉંમર વર્ષ 45 ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં સ્પલેન્ડર પ્લસ બાઇક નંબર જીજે ટેનઆર 6645 ચલાવીને ગામના બસ સ્ટેન્ડ પાસેથી નીકળતા પોલીસે દબોચી લીધો હતો.

જામજોધપુરના પાટણવાડી વિસ્તારમાં રહેતા કેસુ નાનજી સરવૈયા ઉંમર 45 ને કે પીણું પીધેલી હાલતમાં બાઇક નંબર જીજે10સીઆર0539 ચલાવીને બસ સ્ટેન્ડ રોડ પરથી નીકળતા પકડી પાડયો હતો તેની પાસેથી બાઇક અને મોબાઇલ મળી આવ્યો હતો.

જ્યારે જામજોધપુરના વેરાવળ ગામ વાડી વિસ્તારમાં રહેતા કાસમ ઉર્ફે કાસલો જૂમા સમાં ઉંમર ૩૩ નામના ઈસમને કેફી પીણું પીધેલી હાલતમાં હૂંક મોટર સાયકલ નંબર જી જે10 બી એલ 4106 સર્પાકાર રીતે ચલાવીને તાલુકા રોડ પરથી નીકળતા પોલીસે પકડી પાડી મોબાઈલ બાઈક સહિતનો 40500 મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગર તાબે ન થતાં ગામમાં રહેતા નિકુલ વાલદાસ ચૌહાણ ઉંમર 35 નામના ઈસમને કેફી પીણું પીધેલી હાલતમાં પોતાના હવાલાનું બાઇક નંબર જીજે 10 એન 1185 ને કાલાવડ રોડ પર ચલાવીને નીકળતા પોલીસે પકડી લીધો હતો.

જ્યારે જામનગરના રાંદલ નગરમાં રહેતા હરદીપસિંહ દેવેન્દ્રસિંહ જેઠવા ઉમર 25 ને કેફી પીણું પીધેલી નશાની હાલતમાં સ્પલેન્ડર નંબર જી જે 10બી એન 6727નો સપકાર રીતે ચલાવીને રામેશ્વર ચોકમાંથી નીકળતા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS