સીબીઆઈએ 6606 કરોડ રૂપિયાના ગેઈન બિટકોઈન કૌભાંડની તપાસ હેઠળ સમગ્ર દેશમાં દરોડા પાડી 23.94 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. આ કૌભાંડમાં 5 હજાર ગુજરાતી રોકાણકારોની સંડોવણી હોવાનું સીબીઆઇની રેડમાં ખુલાસો થયો હોવાનું સુત્રો કહી રહ્યા છે. સીબીઆઇ દ્વારા બે દિવસમાં દિલ્હી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, ચંડીગઢ, નાંદેડ, કોલ્હાપુર, મોહાલી, ઝાંસી, હુબલી અને અન્ય શહેરોમાં 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન અનેક હાર્ડવેર ક્રિપ્ટો વોલેટ, 121 દસ્તાવેજ, 34 લેપટોપ/હાર્ડ ડિસ્ક, 12 મોબાઈલ ફોન અને મલ્ટીપલ ઈમેઇલ અને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના ડેટા જપ્ત કર્યો છે. તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ફોરેન્સિક તપાસને મોકલવામાં આવ્યા છે. જેથી છેતરપિંડી તથા સંભવિત આંતરરાષ્ટ્રીય લેવડદેવડનો ખુલાસો થઈ શકે.
સૂત્રો મુજબ, આ કૌભાંડમાં ગુજરાતના અંદાજે 5000 રોકાણકારોના નામ બહાર આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આથી બીજા નામો પણ બહાર આવવાની શક્યતા છે. આ અગાઉ પણ બિનાન્સ સહિતના ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ગુજરાતના રોકાણકારોના નામ બહાર આવ્યા હતાં. ગુજરાત સહિત દેશભરમાં યંગસ્ટર્સ ક્રિપ્ટો કરન્સીમાં વધારે રોકાણ કરી રહ્યાં છે.
સીબીઆઈએ ગેઈન બિટકોઈન સ્કેમમાં સંડોવાયેલા ગુજરાતીઓ પૈકી કેટલાકની પૂછપરછ પણ કરી હોવાનું કહેવાય છે. તેમણે કરેલા નાણાકીય વ્યવહારોની માહિતી ઈમેઈલ મારફત એજન્સીએ મેળવી છે. ગેઈન બિટકોઈન સ્કીમ 2015માં અમિત ભારદ્વાજ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને રોકાણકારોને 18 મહિના સુધી દર મહિને 10 ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી.
મલ્ટી લેવલ માર્કેટિંગ સ્ટ્રક્ચર તરીકે આ સ્કીમ શરૂ કરીને કમિશનની લાલચ આપીને શરૂઆતમાં બિટકોઈનમાં માધ્યમથી પેમેન્ટ કરવામાં આવ્યા હતા. 2017સુધીમાં આ સ્કીમ જ્યારે પડી ભાંગી ત્યારે પેમેન્ટ બિટકોઇનના બદલે પેમેન્ટ હાઉસ ક્રિપ્ટો કરન્સી અને એમકેપમાં કરવામાં આવ્યું. જેની કિંમત બિટકોઈનની સરખામણીએ ઓછી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેટલીક સમાચાર એજન્સીઓને ટ્રમ્પ કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પર પ્રતિબંધ
February 27, 2025 03:29 PMમહાકુંભને કારણે પોસ્ટઓફિસમાં ફસાયા 30,000 પાર્સલ
February 27, 2025 03:22 PMદસ્તુર માર્ગ અન્ડરપાસ ચોમાસા પહેલા ખુલો મુકાશે
February 27, 2025 03:11 PMઅબજોપતિઓની નવી કેટેગરી સુપરબિલિયોનેરમાં અદાણી,અંબાણી સહિત 24 અમીરોનો સમાવેશ
February 27, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech