જાણો ભારતના 5 સૌથી અમીર મંદિર વિશે, જ્યાં કરોડોનો હોય છે ચઢાવો

  • July 08, 2021 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત મંદિરો અને તીર્થસ્થાનોના દેશ તરીકે ઓળખાય છે. આપણા દેશમાં હજારો મંદિરો છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દેવી-દેવતાના દર્શન કરવા અને તેમની ઈચ્છા પૂર્તીના વિશ્વાસ સાથે આવે છે. અહીં લગભગ દરેક જગ્યાએ એક મંદિર જોવા મળશે જ.  દેશના દરેક મંદિરનું પોતાનું મહત્વ અને વિશેષતા છે. જો કે કોરોના વાયરસના કારણે લગભગ તમામ મંદિરો બંધ રહ્યા છે.

 


ભારતના કેટલાક મંદિરો હંમેશાં ચર્ચાનો વિષય રહે છે. આ ચર્ચાનું કારણ હોય છે ત્યાંની સંપત્તિ. દર વર્ષે આ મંદિરોમાં આવતો ચઢાવો જૂવા રેકોર્ડ તોડે છે અને નવા સર્જી દે છે. આજે જાણો ભારતના આવા જ કેટલાક મંદિરો વિશે જે દેશના સૌથી ધનિક મંદિરો છે. અહીં એટલી કમાણી થાય છે કે જેના વિશે જાણી તમને ચોક્કસથી નવાઈ લાગશે. 

 

પદ્મનાભ સ્વામી મંદિર

કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની 6 તિજોરીમાં લગભગ 20 અબજ ડોલરની સંપત્તિ છે. પદ્મનાભ સ્વામી મંદિરમાં ભગવાન મહાવિષ્ણુની સોનાની મૂર્તિ છે, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે. 

 

તિરુપતિ બાલાજી મંદિર

આંધ્ર પ્રદેશના તિરુમલામાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દેશનું સૌથી પ્રતિષ્ઠિત અને અમીર મંદિર છે. આ મંદિરમાં લગભગ 60 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અંદાજે આ મંદિરમાં 650 કરોડ રૂપિયાનો ચઢાવો થાય છે. 

 

સાંઈ બાબા મંદિર, શિરડી

મહારાષ્ટ્રના અહમદ નગરમાં આવેલું શિરડી સાંઈ બાબા મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. શિરડી સાંઈ સંસ્થાન અનુસાર દર વર્ષે આ મંદિરમાં અંદાજે 480 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢે છે. 

 

વૈષ્ણો દેવી મંદિર, જમ્મૂ

વૈષ્ણો દેવી મંદિર પણ દેશભરમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. અહીંની આવક 500 કરોડ જેટલી છે. 

 

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર પણ લોકપ્રિય મંદિરોમાંથી એક છે. અહીં સામાન્ય નાગરિકથી લઈ સેલેબ્રિટી પણ માથું ઝુંકાવે છે. રિપોર્ટ અનુસાર આ મંદિરની વાર્ષિક આવક 75થી 125 કરોડ જેટલી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021