દેશના 5 રેલવે સ્ટેશન જે છે મહિલાઓના તાબા હેઠળ !

  • September 16, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ઘણા રેલ્વે સ્ટેશનો ખૂબ જ ખાસ છે અને તમે તેમના વિશે ઘણી અનોખી બાબતો જાણતા હશો, પરંતુ 5 સૌથી અનોખા સ્ટેશન પણ છે કે જ્યાં ફક્ત મહિલાઓ જ કામ કરે છે અને તે સ્ટેશનોનું સંચાલન કરે છે.


એક સમય હતો જ્યારે મહિલાઓને કમજોર માનવામાં આવતી હતી. તેઓ માત્ર રસોઈ અને ઘર સાફ કરવા માટે સક્ષમ માનવામાં આવતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને મહિલાઓ દુનિયા ચલાવી રહી છે. મોટી કંપનીઓ અને સુરક્ષા દળોમાં મહિલાઓ તૈનાત છે. એટલું જ નહીં, ભારતમાં ઘણા એવા રેલવે સ્ટેશન છે જે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ 5 રેલવે સ્ટેશનમાં સફાઈ કામદારોથી લઈને સ્ટેશન માસ્તર સુધી અહીં દરેક મહિલાઓ છે.


ગાંધીનગર રેલ્વે સ્ટેશન - ગાંધીનગર, જયપુરમાં આવેલું, વર્ષ 2018 માં ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન બન્યું જેનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અહેવાલ મુજબ, આ રેલવે સ્ટેશન પરથી 50 થી વધુ ટ્રેનો પસાર થાય છે અને તેમાંથી 25 સ્ટેશન પર રોકાય છે. જ્યાંથી દરરોજ સરેરાશ 7000 લોકો મુસાફરી છે. સ્ટેશન પર 40 મહિલા કર્મચારીઓ છે અને આરપીએફના  મહિલા કર્મચારીઓ પણ છે.


માટુંગા રેલ્વે સ્ટેશન- મુંબઈનું માટુંગા રેલ્વે સ્ટેશન પણ આ શ્રેણીમાં સામેલ છે. આ સ્ટેશન પણ માત્ર મહિલાઓ જ ચલાવે છે. એક અહેવાલ મુજબ, આ કારણોસર આ સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન પામ્યું છે. અજની રેલ્વે સ્ટેશનમાં પણ માત્ર મહિલા કર્મચારીઓ છે. આ સ્ટેશન સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત છે. મહારાષ્ટ્રના નાગપુર અને અજની રેલ્વે સ્ટેશન વચ્ચેનો રેલ્વે માર્ગ માત્ર 3 કિલોમીટર લાંબો છે અને તેને કવર કરવામાં 8-9 મિનિટનો સમય લાગે છે. તે સૌથી ટૂંકો રેલ માર્ગ માનવામાં આવે છે.


અમદાવાદમાં આવેલું મણિનગર રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વે હેઠળ આવે છે. આ ખૂબ નાનું સ્ટેશન છે અને તેમાં તમામ કર્મચારીઓ મહિલાઓ છે. ચંદ્રગિરી રેલવે સ્ટેશન આંધ્ર પ્રદેશમાં આવેલું છે. આ સ્ટેશનમાં સફાઈ કામદારથી લઈને સ્ટેશન માસ્ટર સુધી તમામ મહિલાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application