રાજકોટમાં આદર્શ સોસાયટીમાં રહેતા વણિક દંપતી સાથે મહારાષ્ટ્ર્રના નાસિકમાં રહેતા બે શખસોએ કન્સ્ટ્રકશન કંપનીમાં રોકાણના નામે પિયા ૫.૯૪ લાખની ઠગાઈ કર્યા અંગેની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં આદર્શ સોસાયટી શેરી નંબર ૩ અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા મોનાબેન રાજેશભાઈ શાહ(ઉ.વ ૫૩) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્ર્રના નાસિકના વતની અને કારડા કન્સ્ટ્રકશન લિમિટેડના સંચાલક નરેશ કારડા તથા નાસિકમાં જ રહેતા હિતેશ બી. પારેખના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના પતિ રાજેશભાઈ શાહ શેર બજાર તથા ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કામકાજ કરે છે ધાર્મિક કાર્ય સબબ તેઓને વિવિધ સ્થળે જવાનું થતું હોય જે દરમિયાન તેમનો પરિચય મહારાષ્ટ્ર્રના દેઓલાલીના વતની હિતેશ પારેખ સાથે થયો હતો. બાદમાં ગત તારીખ ૧૯૨૦૧૯ ના હિતેશ ફરિયાદીના ઘરે આવ્યો હતો અને તેણે વાત કરી હતી કે હત્પં નાશિકમાં કારડા કન્સ્ટ્રકશન લિમિટેડ કંપનીથી પરિચિત છું આ કન્સ્ટ્રકશન કંપની ખૂબ જ નામી છે કંપનીને વ્યવસાયમાં રોકડાની ખૂબ જ જરિયાત રહેતી હોય જેથી કંપની જુદા–જુદા ઇન્વેસ્ટરો સંસ્થાઓ બેંક પાસેથી ધિરાણ મેળવે છે અને તેના પર ઘણી જ મોટી રકમનું વ્યાજ ચૂકવે છે કંપનીનો તમામ ધંધો કાયદેસરનો તથા બુક ઓફ એકાઉન્ટ મુજબ ચાલે છે હત્પં કંપનીને ઇન્વેસ્ટરો ગોતી આપવાનું કામકાજ ક છું જેના બદલામાં મને કમીશન આપે છે તમારી કાયદેસરની મૂડી બેંકમાં કે અન્યત્ર રોકાણ કરો છો તેના કરતા કંપનીમાં રોકાણ કરશો તો સા એવું વ્યાજ ચૂકવશે અને તમે ઈચ્છો તો બે વર્ષ બાદ મુદલ પણ કંપની પરત આપી દેશે આવી વાત કરી હતી. જેથી આ હિતેશ પારેખની વાત પર વિશ્વાસ આવી જતા દંપતીએ કરડા કન્ટ્રકશન કંપનીના ચેરમેન નરેશ કરડાને મળવા રાજી થતાં હિતેશે તેની સાથે વાત કરાવી હતી.
બાદમાં આ બંને આરોપીઓની વાતમાં આવી જઈ દંપતીએ કરડા કન્ટ્રકશનમાં .૫ લાખનું રોકાણ કરવાનું નક્કી કયુ હતું. હિતેશ પારેખે ગત તા.૧ ૯ ૨૦૧૯ ના અહીં દંપતીના ઘરે આવી .૫ લાખનો ચેક લઈ ગયો હતો. ત્યારબાદ એક વર્ષે ઇન્વેસ્ટમેન્ટની રકમ પર ટીડીએસ બાદ કરી બાકીની રકમ પિયા ૯૪,૫૦૦ વ્યાજ પેટે ફરિયાદીને ચેક દ્રારા મોકલી આપી હતી.
બાદમાં બીજા વર્ષે ૨૦૨૧ માં ફરિયાદીને મુદલ રકમની જરિયાત હોય જેથી હિતેશ પારેખને વાત કરતા ૫૯ ૨૦૨૧ ના મુદ્દલ રકમનો પિયા ૫ લાખનો ચેક તથા વ્યાજની રકમ પિયા ૯૪,૫૦૦ નો ચેક તે અહીં રાજકોટ બ આવી આપી ગયો હતો આ બંને ચેક ફરિયાદીએ વટાવવા માટે બેંકમાં રજૂ કરતા એકાઉન્ટ કલોઝ અને અપૂરતા ભંડોળના શેરા સાથે બંને ચેક રિટર્ન થયા હતા અને ટીડીએસની રકમ પણ જમા થઇ ન હતી. જેથી આ બાબતે હિતેશ પારેખ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, હાલ હાઉસિંગ પ્રોજેકટમાં થોડી મંદી હોવાથી તમારા બંને ચેક રિટર્ન થયા છે ચિંતા કરશો નહીં તમારી લેણી રકમ વ્યાજ સહિત મળી જશે કપાત કરેલ ટીડીએસ અમે જમા કરાવી આપીશુ થોડી ધીરજ રાખો. નરેશ કારડા સાથે ફોનમાં વાત કરતા તેણે પણ ધીરજ રાખવાનું કહ્યું હતું બાદમાં આ બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.ગત તા.૧૪૯૨૦૨૧ સુધી આ રકમ ચૂકવી ન હતી. બાદમાં બંને આરોપીઓએ ફરિયાદી તથા તેમના પતિનો ફોન પણ ઉપાડવાનું બધં કરી દીધું હોય જેથી બંને મિલાપીપણું કરી ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યેા હોય તેમણે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech