પોરબંદરના બોરીચાની સીમમાં ધોળે દિવસે ખેડૂતના મકાનમાંથી ૫ લાખ ૯૫ હજારના રોકડ, ડોલર અને દાગીના સહિત મુદામાલની ચોરી થતા ભારે ચકચાર જાગી છે અને પોલીસે આ બનાવમાં ગુન્હો નોંધીને આરોપી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
બોરીચાથી ડોબલીયા જતા રસ્તે વાડીમાં રહેતા અને ખેતીકામ કરતા હાજા વરસાભાઇ ખુંટી નામના ૩૪ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦-૩ના સવારે તેઓ અને તેમના પરિવારના સભ્યો ખેતરમાં ધાણાનો પાક વાઢવા માટે થ્રેસર મશીન આવ્યુ હોવાથી કામ કરવા ગયા હતા. ફરિયાદી હાજાભાઇ તેના પિતા વરસાભાઇ અને પત્ની કિરણબેન તથા એમ.પી.ના ત્રણ મજૂરો વગેરે ખેતરમાં થ્રેસર મશીનથી ધાણા વાઢવાનું કામ ચાલુ હતુ ત્યાં ગયા હતા. અને ત્યારબાદ અને તેના માતા હીરીબેન ઘરે હતા. થ્રેસર મશીન ચાલુ થઇ જતા હીરીબેને ડેરીનું દૂધ ભરી આપ્યુ હોવાથી વરસાભાઇ ખુંટી ગામમાં આવેલી ડેરીએ દૂધ ભરવા ગયા હતા અને ત્યાંથી ખેતરે આવ્યા હતા.
અગિયારેક વાગ્યે ઘરેથી કોઇ ચા-પાણી આપવા માટે આવ્યુ નહી હોવાથી ફરિયાદી હાજાભાઇએ ઘરે ચા પાણી લેવા માટે ગયા ત્યારે તેના માતા હીરીબેન ફળિયામાં ઉભા હતા અને તેમણે એવુ જણાવ્યુ હતુ કે મકાનના બે મેઇન દરવાજા પૈકી એક દરવાજો અંદરથી બંધ કર્યો હતો અને બીજો દરવાજો બહારથી લોક કરીને તેની ચાવી બાજુના બોકસમાં મૂકી હતી પરંતુ મળતી નથી. ત્યારબાદ તેઓ ચાવી શોધવા લાગ્યા હતા.
પરંતુ મળી ન હતી. મકાનના પાછળના ભાગે ગ્રીલ વગરની શટરબારી હોવાથી એક બારી ખુલ્લી જણાતા ત્યાંથી ફરિયાદી હાજાભાઇએ અંદર પ્રવેશ કરીને દરવાજો ખોલ્યો હતો અને માતાએ ચા પાણી બનાવી આપતા ચા લઇને ફરિયાદી હાજાભાઇ થ્રેસર મશીન ચાલુ હતુ ત્યાં ગયા હતા.
ત્યારબાદ સાડાબાર વાગ્યે ફરિયાદીના માતા હીરીબેન ઓસરીમાં ખાટલે બેસીને જોરજોરથી રડતા હતા તેથી તેમને પૂછતા તેઓએ એવુ કહ્યુ હતુ કે ‘આપણું બધુ જ લુંટાઇ ગયુ છે.’ તેમ કહીને ઘરમાં તપાસ કરતા લાકડાના કબાટનો લોક તૂટેલો હતો જેમાં ૭૦ હજાર પિયા રોકડા, છ તોલા સોનાના ગંગા-જમનાના હાર સહિત અંદાજે ૧૫ તોલા સોનાના દાગીના તથા ૨ લાખ ૨૫ હજાર પિયાના ૩૦૦૦ ડોલર પણ તેમાંથી ચોરાઇ ગયા હતા. આથી કુલ ૫ લાખ ૯૫ હજાર પિયાનો મુદ્ામાલ ચોરાયાનું બહાર આવ્યુ હતુ. સવારે ૮:૩૦થી ૧૨:૩૦ દરમ્યાન ધોળે દિવસે આ માલ ચોરાયો છે અને તપાસ કરવા છતાં કશોજ પતો નહી મળતા અજાણ્યા તસ્કર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech