બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિની હનીટ્રેપ હત્યામાં 5 લોકો દોષિત, સપ્ટેમ્બરમાં સંભળાવવામાં આવશે ચુકાદો

  • July 16, 2023 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુકેના હર્ટફોર્ડશાયરમાં 44 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરવા બદલ એક અદાલતે પાંચ લોકોને દોષિત ઠેરવ્યા છે. આ પાંચ લોકોની ગેંગમાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે વિશાલ ગોહેલ 23 જાન્યુઆરી 2023ના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિશાલ ગોહેલ પહેલા હનીટ્રેપની જાળમાં ફસાઈ ગયો હતો.


યુકેના હર્ટફોર્ડશાયરમાં 44 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરવા બદલ એક અદાલતે પાંચ લોકોને દોષિત ઠેરવ્યા છે. આ પાંચ લોકોની ગેંગમાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ વિશાલ ગોહેલ 23 જાન્યુઆરી 2023ના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.


હનીટ્રેપમાં ફસાયો હતો વ્યક્તિ
તમને જણાવી દઈએ કે વિશાલ ગોહેલ પહેલા હનીટ્રેપની જાળમાં ફસાઈ ગયો હતો. આ પછી તેના ઘરની લૂંટ કરવામાં આવી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી. હનીટ્રેપ કરીને મહિલાના સાગરિતો તેને લૂંટવા આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.


ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે 22 જાન્યુઆરી, 2022ના રોજ વિશાલ ગોહેલને તેમના પાડોશીએ  મૃત હાલતમાં જોયો હતો. મળતી માહિતી મુજબ જ્યારે પાડોશી વિશા ગોહેલના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેણે જોયું કે ગોહેલનું મોઢું બાંધેલું હતું અને તે અર્ધ મૃત હાલતમાં જમીન પર પડેલો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે ગોહેલને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.



કોર્ટે પાંચને જાહેર કર્યા  દોષિત
ફરિયાદી ચાર્લોટ નેવેલ કેસીએ કોર્ટને જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષો એક કેબમાં ગોહેલના ઘરે પહોંચ્યા હતા. તેણે કહ્યું કે પહેલા ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે પાંચ લોકોને દોષિત ઠેરવ્યા છે. જ્યારે છઠ્ઠા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે પાંચેયને 26 સપ્ટેમ્બરે સેન્ટ આલ્બન્સ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application