પ્રેક્ટિસ મેચના 5 દિવસ પહેલા ભારતની ક્રિકેટ ટીમ મૂકાઈ મુશ્કેલીમાં, ત્રણ લોકો કોરોના પોઝિટિવ

  • July 15, 2021 11:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ ટૂર પર ઇન્ડિયાના 3 લોકો કોરોના પોઝિટિવ થયા છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સહિત અન્ય 2 લોકો કોરોના પોઝિટિવ થયા. કોરોના વાયરસના 3 કેસ થતાં હવે BCCI સતર્ક થયુ છે. બોર્ડ સચિવ જય શાહે કહ્યું કે ટીમ મેનેજમેન્ટને મેઇલ કરી કોરોના અંગે સાવધ થવાની વાત ઉચ્ચારી હતી. આની સાથે પબ્લિક પ્લેસ પર જવાની પણ ના પાડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જય શાહનો મેસેજ ટીમ મેનેજમેન્ટને પહોચ્યો પરંતુ તેનો કોઈ મતલબ રહેતો ન હતો કારણ હતુ ઈંગ્લેન્ડમાં રમાનાર તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ પૂર્ણ થઈ ગયા હતા. 

 

 

*રિષભ પંત માસ્ક વગર ફુટબોલ મેચ જોવા ગયો હતો તે ફોટોગ્રાફ્સ

 

 રિષભ પંતનો કોરોના રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો

 

ટીમના એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, જ્યારે  રિષભ પંતનો રીપોર્ટ હજૂ પોઝિટિવ છે. અને તેઓ આઈસોલેશનમાં છે. 18 જુલાઈના રોજ તેનો બીજો ટેસ્ટ કરાશે. હાલ તેનામાં કોઈ લક્ષણ નથી.

 

 

*ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી 11 જુલાઈના રોજ વિમ્બલ્ડન ફાઈનલ જોવા ગયા તે ફોટોગ્રાફ્સ

 

રિષભ પંત પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી 11 જુલાઈના રોજ વિમ્બલ્ડન ફાઈનલ જોવા ગયા હતા. જ્યારે બીજા ખેલાડીઓ પણ પરિવાર સાથે ફરતા જોવા મળ્યા હતા. 

 

 

*વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહેલા રહાણે અને રોહિત શર્માના ફોટોગ્રાફ્સ

 

ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ પણ પહેલા થયા હતા સંક્રમિત


પાકિસ્તાન સામેની વનડે સિરીઝના માત્ર 2 દિવસ પહેલાં એટલે કે 6 જુલાઈએ ઇંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ પછી દરેકને આઇસોલેટ કરી દેવાયા છે અને પાકિસ્તાન સામેની પહેલી મેચમાં આખી નવી ટીમને ઉતારવામાં આવી હતી. જોકે હવે બધા ખેલાડીઓ બરાબર છે.
 .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021