કોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું  સ્વૈચ્છિક લોકડાઉન

  • April 26, 2021 08:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મોટા શહેરોની સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં કોરોનાની ચેઈનને તોડવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. તેવામાં હવે સુરેન્દ્રનગર ખાતે પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 

 

 

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસથી સ્થાનિકોમાં ચિંતા પ્રસરી છે. તેવામાં સુરેન્દ્રનગરના વિવિધ વેપારી એશો. અને મંડળો દ્વારા પાલિકા  પ્રમુખ આચાર્ય, સી.ઓ પંડ્યા. અને કારોબારી ચેરમેન રાણા ની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વધતા કોરોના સંક્રમણની ચેઇન તોડવા પાંચ દિવસના સ્વેચ્છિક લોકડાઉનનો  નિર્ણય લેવાયો છે. 

 

 

સુરેન્દ્રનગર સહિત જોડીયા શહેરોમાં રણ ધંધા રોજગાર બુધવારથી રવિવાર એમ પાંચ દિવસ સુધી બંધ રહેશે. આ સ્વૈચ્છિક લોકડાઉન અંગે નિર્ણય લેવા રવિવારે સાંજે પાલિકા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ વેપારી ઓશો. ના હોદ્દેદારો અને અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS