રાજકોટ શહેર-જિલ્લાના ચાર સહિત રાજયના ૪૯ બીન હથિયાર ધારી પીએસઆઇને પીઆઇ તરીકે બઢતીના ઓર્ડર નિકળ્યા છે.રાજકોટમાં પીસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.જે.હુણ અને પ્ર.નગરના બી.વી.બોરીસાગરને બઢતીનો લાભ મળ્યો છે.
રાજ્ય પોલીસ બેડામાં બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક બઢતીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ૪૯ બીન હથિયારી ધારી પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પોલીસની પીસીબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ એમ જે હુણ અને પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી. બોરીસાગરને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્યના આર.એસ સાકળીયા અને કે.એસ. ગરચરને પણ પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 12 પીએસઆઇ જેમાં ભાવનગરના વી.કે.મકવાણા, જામનગરના એ.કે. પટેલ, ગાંધીધામના આર.સી.રામાનુજ, દ્વારકાના ડી.એન. વાંઝા, ભાવનગરના બી.બી. સોલંકી અને જી.ડી. બારોટ, જૂનાગઢના એમ.એન. કાતરીયા, ગાંધીધામના બી.જી. ડાંગર, બી.પી. આહીર અને એ.વી. પટેલને બઢતી આપવામાં આવી છે.
રાજકોટના 15 હેડ કોન્સ્ટેબલની એએસઆઈના પ્રમોશન
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 15 હેડ કોસ્ટેબલને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં આજીડેમ પોલીસ મથકના ભુપતભાઇ વાસાણી, યુનિવર્સિટી પોલીસના મુકેશભાઈ ચરમટા અને વીરેન્દ્રસિંહ ઝાલા, આજી ડેમના લાખાભાઈ કળોતરા, કુવાડવા પોલીસ મથકના હિમરાજસિંહ પરમાર, ડીસીબી પોલીસના સંજયભાઈ દાફડા અને મયુરભાઈ મિયાત્રા, ટ્રાફિક શાખાના અભિજીતસિંહ જાડેજા, એલસીબી ઝોન ટુ ના રાજેશકુમાર મિયાત્રા, પેરોલ ફર્લો સ્કવોડના ધર્મેન્દ્રસિંહ ઝાલા, માલવિયા નગર પોલીસ મથકના શૈલેષભાઈ ખીહડીયા, થોરાળા પોલીસના ધીરજભાઈ પરમાર, ટ્રાફિક શાખાના ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુનિવર્સિટી પોલીસ મથકના મનોજ મકવાણા, ટ્રાફિક શાખાના રવિકુમાર વાઘેલાને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech