કોરોનાની વેકસીન લીધા બાદ દેશમાં 488 ના મોત

  • June 15, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

26 હજારથી વધુ દર્દીઓને સાઇડ ઇફેક્ટ પણ થઇ, સરકારી ડેટામાં થયો ધડાકો

 



જે દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર શાંત થઇ રહી છે ત્યારે સરકારી ડેટા માંથી એવો ધડાકો થયો છે કે કોરોના વિરોધી રસિ લીધા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ 488 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 26 હજારથી વધુ દર્દીઓને સાઇડ ઇફેક્ટ પણ થઈ છે.

 


આ પ્રકારના આંકડા દુનિયાના બધા જ દેશોમાં એકત્ર કરવામાં આવી રહ્યા છે જેથી સાચી હકીકત ની ખબર પડે છે રસીથી કેટલી નુકસાની થાય છે અને રસીની વિપરીત અસરને રોકવા માટે અલગ પગલાં લઈ શકાય.

 


સરકારી ડેટા માંથી મળેલી માહિતી મુજબ 16 જાન્યુઆરી થી લઈને 7 જૂન સુધીના મૃત્યુ ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે અને અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે કોરોના વિરોધી રસી લીધા બાદ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછી છે અને ચિંતાજનક આંકડો નથી.

 


દેશમાં 7મી જૂન સુધીમાં 23.5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે અને તેમાંથી 488 લોકોના મૃત્યુ થયા છે અને 26 હજાર થી વધુ દર્દીઓને સાઈડ ઈફેક્ટ છે. આમ જોવા જઈએ તો આ આંકડો 0.01% છે તેમ સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

 


અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે 26000 દર્દીઓને જે સાઇડ ઇફેક્ટ થઇ છે તેમાં ગંભીર પ્રકારની સાઈડ ઈફેક્ટનો કેસ પણ નથી અથવા તો ગંભીર પ્રકારના કેસ ખૂબ જ ઓછા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS