દેશની ૪૭ ટકા મહિલાઓ સ્વતત્રં રીતે કરે છે નાણાકીય નિર્ણયો

  • January 17, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના મહાનગરોમાં લગભગ ૪૭ ટકા વકિગ વુમન સ્વતત્રં નાણાકીય નિર્ણયો લે છે, યારે ૪૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ તેમના અનુભવોનો લાભ લઈને લીડર તરીકે ઉભરી આવે છે. આ માહિતી વુમન એન્ડ ફાઇનાન્સ શીર્ષક હેઠળના સર્વેમાં આપવામાં આવી છે. ડીબીએસ બેંક ઇન્ડિયાએ દેશના ૧૦ શહેરોમાં મહિલાઓ સાથે વાત કરી હતી.

સર્વેક્ષણમાં, મહિલાઓ પાસેથી નાણાકીય નિર્ણયોમાં તેમની ભાગીદારી, બચત, રોકાણની પદ્ધતિ, ડિજિટલ ટૂલ્સ અપનાવવા અને વિવિધ બેંકિંગ ઉત્પાદનો અંગેની તેમની પસંદગીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ડીબીએસ બેંક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત જોશી કહે છે કે સર્વેક્ષણ ભારતમાં કામ કરતી મહિલાઓની આકાંક્ષાઓમાં નાણાકીય સ્થિરતાના મહત્વ પર પ્રકાશ પાડે છે. નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતા, વૈવિધ્યસભર રોકાણ અને ડિજિટલ ચેનલોની વધતી જતી સ્વીકૃતિ એ વાતનો પુરાવો છે કે આધુનિક મહિલાઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે. સર્વે અનુસાર, ૨૫–૩૫ વર્ષની વયજૂથની ૩૩ ટકા મહિલાઓ ઓનલાઈન શોપિંગ માટે યુપીઆઇનો ઉપયોગ કરે છે, યારે ૪૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાંથી માત્ર ૨૨ ટકા જ યુપીઆઇનો ઉપયોગ કરે છે.
ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં મુંબઈની મહિલાઓ સૌથી આગળ છે. મુંબઈમાં ૯૬ ટકા મહિલાઓ ક્રેડિટ કાર્ડ પર નિર્ભર છે, યારે કોલકાતામાં ૬૩ ટકા મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે લગભગ ૫૦ ટકા પગારદાર મહિલાઓએ કહ્યું કે તેમણે કયારેય લોન લીધી નથી. બાકીના ૫૦ ટકામાંથી મોટાભાગના લોકોએ હાઉસિંગ લોન લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application