પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં શિયા–સુન્ની રમખાણોમાં ૪૬ મોત

  • November 13, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન–અફઘાનિસ્તાન સરહદે આવેલા સુંદર ખીણો ભરેલા પ્રદેશ ખૈબર પખ્તુનવામાં છેલ્લા કેટલાએ મહિનાઓથી શિયા–સુન્ની સંઘર્ષ ચાલી રહ્યો છે. તેમાં છેલ્લા કેટલાક સાહોથી તો તે ચરમસીમાએ પહોંચ્યો છે. હજી સુધીમાં ત્યાં ૪૬નાં મૃત્યુ નોંધાયા છે. પરંતુ મૃત્યુ પામેલાઓની સંખ્યા હજી સ્પષ્ટ્રત: જાણી શકાઈ નથી. આથી સ્થાનિક તંત્રે મુસાફરી ઉપર જ પ્રતિબધં મુકતાં મુખ્ય માર્ગેા બધં કર્યા છે. આમ છતાં શિયા–સુન્ની એક બીજા ઉપર હત્પમલા કરી
રહ્યા છે.
૧૨ ઓકટોબરે થયેલા એક સંઘર્ષમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક શાંતિ સમિતિના સભ્ય અને જન–જાતીય વડીલોની જિરગા (સમિતિ)ના સભ્ય મહમૂદ અલી જાને કહ્યું હતું કે, છેલ્લા કેટલા મહિનાઓથી અહીં લોકો કાફલામાં જ મુસાફરી કરી શકે છે. ગત સાહે હારો લોકો કુર્રમ જિલ્લાના મુખ્ય મથક પરાચિનરમાં એક શાંતિ માર્ચ કાઢી હતી. તેમણે આ વિસ્તારમાં રહેતા ૮ લાખ લોકોની સુરક્ષા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. આ નિવાસીઓમાં ૪૫ ટકાથી વધુ શિયા–પંથીઓ છે.વાસ્તવમાં ૨૦૦૭ થી ૨૦૧૧ દરમિયાન આ સંઘર્ષમાં ૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. તેટલું જ નહીં પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં અફઘાનિસ્તાનના ખોસી પકિનય અને નંગરહાર પ્રાંતોના આ પર્વતીય પ્રદેશમાં તહેરિક–એ–તાલિબાન– એ– પાકિસ્તાન (ટીટીપી) અને ઇસ્લામિક – સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેન્ટ (આઈએસઆઈએલ) જેવા સશક્ર સમુહો સક્રિય રહ્યાં છે. તેઓ શિયા પંથીઓને નિશાન બનાવે છે.
ગત જુલાઈમાં ત્યાં હિંસા ભડકી ઊઠી હતી તે પછી ૨ ઓગસ્ટે, આંતરજાતીય સંઘર્ષ વિરામ પર બંને પક્ષોએ હસ્તાક્ષર પણ કર્યા હતા છતાં સપ્ટેમ્બરમાં ફરી હિંસા ભડકી ઉઠી તેમાં ૨૫ લોકોના મોત થયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News