સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું,
શિવ શોભાયાત્રામાં જામનગર પોલીસ વિભાગના અધિકારીઓ અને મહિલા પોલીસ સહિતના સ્ટાફે ભગવાન શિવજીની પાલખી ઉચકીને ધન્યતા અનુભવી
છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૫મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના પોલીસ વિભાગ ના અધિકારીઓ અને મહિલા પોલીસ સહિતના સ્ટાફે આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને પંચેશ્વર ટાવર થી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા શોભાયાત્રા ને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, અને વિશાળ પોલીસ કાફલો શોભાયાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતી સુધી જોડાયેલો રહ્યો હતો, તેમ જ જિલ્લા પોલીસવડા એ શિવ શોભાયાત્રના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી.

જામનગરના શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, વાંકાનેરના ડી.વાય.એસ.પી. સમીર શારડા, એલ.સી.બી.ના પી.આઈ. વી. એમ. લગારીયા, સીટી એ. ડીવીઝન ના પી.આઇ. એન.એ.ચાવડા, સીટી બી. ડીવીઝનના પી.આઇ. પી.પી.ઝા, તેમજ સીટી એ. બી. અને સી. ડિવિઝનના પી.એસ.આઇ. તથા ત્રણેય પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ એલસીબી, એસઓજી ની ટિમ, ત્રણેય ડિવિઝન માં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, અને અનેક શિવભકતો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતા.
પોલીસ અધિકારી - કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી નગરી હકીકતમાં શિવનગરી બની હતી.
નાગેશ્વર વિસ્તારમાં મહાકાલ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીની સવારીની સ્તુતિ સાથે બે આકર્ષક પઘોડીથના નૃત્ય રજૂ કરાયા
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં શિવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ભગવાન શિવજી ની પાલખી સન્મુખ સ્થાનિક મહાકાલ ગ્રુપ દ્વારા ભક્તજનો માટે ૫૦૦ કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથો સાથ બે આકર્ષક પઘોડીથ ને તૈયાર કરવામાં આવી હતી, અને શિવ સ્તુતિ સાથે નૃત્ય કર્યું હતું.
જામનગરની જ પ્રખ્યાત એવી પરાજલથ અને પઝોયાથ નામની બે ઘોડી કે જેના દ્વારા ભગવાન શિવજીની પાલખી સન્મુખ વિશેષ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. પશિવજી કી સવારી આઈ ભોલે કી સવારીથના ડી.જે.ના તાલે બંને ઘોડીઓ એકદમ નૃત્ય કરવા લાગી હતી, જે દ્રશ્ય નિહાળીને સર્વ શિવભક્તોએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને વધાવી લીધું હતું. એટલો જ માત્ર નહીં બંને ઘોડીઓ ભગવાન શિવજીની પાલખી સન્મુખ દર્શનની મુદ્રામાં ઉભેલી જોવા મળી હતી. ત્યારબાદ મંડળના પ્રમુખ કિસન મકવાણાની રાહબરી હેઠળ ૩૫ થી વધુ યુવાનો કે જે તમામે ભગવાન શિવજીની પાલખી ના દર્શન કર્યા હતા.
નગરમાં યોજાયેલી ૪૫ મી શિવ શોભા યાત્રામાં કોમી એકતાના દર્શન થયા
જામનગર શહેરમાં ગઈકાલે યોજાયેલી ૪૫મી શિવ શોભાયાત્રામાં અનેક સ્થળે કોમી એકતાના દર્શન થયેલા જોવા મળ્યા હતા, અને મુસ્લિમ સમાજ, દાઉદી વ્હોરા સમાજ વગેરે દ્વારા શોભાયાત્રા સ્વાગત કરાયું હતું, ઉપરાંત પાલખી પૂજન પણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ઉપરના ભાગેથી દાઉદી વોરા સમાજ દ્વારા ભગવાન શિવજીની પાલખી પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, અને શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વ એએસઆઈ યુનુશભાઈ શમા કે, જેઓ દ્વારા ચલણી નોટોનો વિશાળ કદનો હાર ભગવાન શિવજીના સ્વરૂપને ચડાવીને પૂજન કર્યું હતું. જયારે શહેર ભાજપ લઘુમતી શેલના અગ્રણી હોદ્દેદાર હારુનભાઈ ઉર્ફે અલુભાઈ પટેલ, કે જે પણ શોભાયાત્રાના સ્વાગત કર્યું હતું.
વિશાળ કદનો ચલણી નોટોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
તે જ રીતે જુમ્મા મસ્જિદ પાસે પણ ભગવાન શિવજીની પાલખીનું મુસ્લિમ સમાજ દ્વારા ફુલહાર કરીને પૂજન કરવામાં આવ્યું હતું, અને શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. એકંદરે સમગ્ર શહેરમાં અનેક સ્થળે કોમી એકતા ના દર્શન થયા હતા.
નાગેશ્વર વિસ્તારમાં મહાકાલ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીની સવારીની સ્તુતિ સાથે બે આકર્ષક ઘોડીના નૃત્ય રજૂ કરાયા
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં શિવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ભગવાન શિવજી ની પાલખી સન્મુખ સ્થાનિક મહાકાલ ગ્રુપ દ્વારા ભક્તજનો માટે ૫૦૦ કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથો સાથ બે આકર્ષક ઘોડીને તૈયાર કરવામાં આવી હતી, અને શિવ સ્તુતિ સાથે નૃત્ય કર્યું હતું.

જામનગરની જ પ્રખ્યાત એવી પરાજલ અને પઝોયા નામની બે ઘોડી કે જેના દ્વારા ભગવાન શિવજીની પાલખી સન્મુખ વિશેષ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શિવજી કી સવારી આઈ ભોલે કી સવારીના ડી.જે. ના તાલે બંને ઘોડીઓ એકદમ નૃત્ય કરવા લાગી હતી, જે દ્રશ્ય નિહાળીને સર્વ શિવભક્તોએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને વધાવી લીધું હતું. એટલો જ માત્ર નહીં બંને ઘોડીઓ ભગવાન શિવજીની પાલખી સન્મુખ દર્શનની મુદ્રામાં ઉભેલી જોવા મળી હતી. ત્યારબાદ મંડળના પ્રમુખ કિસન મકવાણાની રાહબરી હેઠળ ૩૫ થી વધુ યુવાનો કે જે તમામે ભગવાન શિવજીની પાલખી ના દર્શન કર્યા હતા.
સેતાવાડ વિસ્તારમાં ગજ કેસરી યુવા ગ્રુપ દ્વારા ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે ભવ્ય ઇલેક્ટ્રોનિક આતશબાજી કરાઈ
જામનગરના સેતાવાડ વિસ્તારમાંથી ગઈકાલે શિવ શોભાયાત્રા પસાર થઈ હતી, ત્યારે ભગવાન શિવજીની પાલખી સેતાવાડ પાસે પહોંચી, ત્યારે ત્યાંના સ્થાનિક ગજ કેસરી યુવા ગ્રુપ કે જેના દ્વારા ભવ્ય ઇલેક્ટ્રોનિક્સ આતસબાજીની સાથે પાલખીનું સ વિશેષ સ્વાગત કરાયું હતું.

પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ગજ કેસરી યુવા ગ્રુપ દ્વારા સેતાવાડના ચોકમાં મોટા ટ્રસ્ટ ઊભા કરી દેવાયા હતા, અને તેમાં ઇલેક્ટ્રોનિક આતશબાજીની મોટી શૃંખલા લગાવવામાં આવી હતી. દરમિયાન ભગવાન શિવજીની પાલખી ત્યાં આવી પહોંચી, ત્યારે ભવ્ય આતશબાજી કરાઈ હતી. રંગબેરંગે લાઇટિંગ સાથેનો આતશબાજી સાથેનું ભગવાન શિવજીનું સ્વાગત નિહાળીને અનેક શિવભક્તો દંગ રહી ગયા હતા.
ઉપરાંત આ ગ્રુપ દ્વારા જ સેતાવાડના મુખ્ય રોડ પર પહિન્દુથ શબ્દ અંકિત કરેલો વિશાળ કદનો ભગવા ધ્વજ રોડની મધ્યમાં લગાડવામાં આવ્યો હતો. જે ભગવો ધ્વજ ફરકતા જઈને જામનગરના તમામ સનાતનીઓ ગજગજ ફુલાયા હતા.