વિજચોરી પકડવા સતત ત્રીજા દિવસે જામનગરને ધમરોળતી 45 ટીમ

  • March 26, 2021 09:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીયુવીએનએલ દ્વારા દરબારગઢ, ખંભાળીયા ગેઇટ, સાતરસ્તા, જીઆઇડીસી સબ ડીવીઝન વિસ્તારોમાં સઘન ચેકીંગ: વધુ લાખોની વિજ ચોરી ઝડપાય તેવી સંભાવના

જામનગર પીજીવીસીએલ દ્વારા આરંભવામાં આવેલી ચેકીંગ ડ્રાઇવ આજે સતત ત્રીજા દિવસે અવિરત જારી રાખવામાં આવી છે, શહેરમાં બે દિવસ દરમ્યાન 52.49 લાખની વિજ ચોરી ઝડપી લીધા બાદ અવિરત ચાલુ રાખવામાં આવેલા ચેકીંગમાં આજે દરબારગઢ, સાતરસ્તા, ખંભાળીયા નાકા, જીઆઇડીસી સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 45 ટીમ દ્વારા વિજ ચેકીંગ આરંભવામાં આવ્યું છે, જેમાં વધુ લાખોની વિજ ચોરી ઝડપાય તેવી સંભાવના દશર્વિવામાં આવી છે.

જામનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી વિજ તંત્ર દ્વારા ચેકીંગની કામગીરી કોઇપણ કારણોસર સ્થગીત કરી દેવામાં આવતાં શહેરમાં વિજ ચોરીનું પ્રમાણ અકલ્પનીય રીતે વધવા પામ્યું હતું, જે અંગેની વાસ્તવિકતા વિજ લોસ પરથી પ્રકાશમાં આવવા પામતાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સી.કે.પટેલની સુચનાથી શહેરના તમામ વિસ્તારોમાંથી વિજ ચોરીનું પ્રમાણ નેસ્તનાબુદ કરવા કોર્પોરેટ ચેકીંગ હાથ ધરવામાં આવ્‌યું હતું, ચેકીંગમાં પ્રથમ દિવસે વિજ ટીમોએ 28.32 લાખની અને બીજા દિવસે 24.17 લાખની વિજ ચોરી મળી કુલ ા.52.49 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી.

શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી બે દિવસમાં અડધા કરોડથી વધુની વિજ ચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા આજે સતત ત્રીજા દિવસે વિજ ચોરી ઝડપી લેવાની ઝુંબેશ ચાલું રાખવામાં આવી હતી, આજે જીયુવીએનએલના ચેકીંગ ડ્રાઇવમાં દરબારગઢ, સાતરસ્તા, ખંભાળીયા નાકા અને જીઆઇડીસી સબ ડીવીઝન હેઠળના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, 45 ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 25 લોકલ પોલીસ, 15 જીયુવીએનએલ પોલીસ અને 12 એકસ આર્મીમેનને સાથે રાખવામાં આવ્‌યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS