શહેરના રૈયા રોડ પર જઈ રહેલા શખસને અટકાવી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તલાસી લેતા વાહનમાંથી આઠ બોટલ દા મળી આવ્યો હતો. બાદમાં આ શખસના રૈયા ગામ પાસે આવેલા ડેલામાં તપાસ કરતા વધુ ૪૩૯ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાનો આ જથ્થો વાહન અને મોબાઈલ સહિત કુલ પિયા ૨.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.એ કે.ડી.પટેલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા, એએસઆઈ રણજીતસિંહ પઢારીયા અને કોન્સ્ટેબલ વિજયભાઈ મેતાને મળેલી બાતમીના આધારે શહેરના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક ન્યુ એરા સ્કૂલના ખૂણા પાસેથી સફેદ કલરના જયુપીટર નંબર જીજે ૩ એમ.આર ૨૫૧૯ લઈ નીકળેલા શખસને અટકાવ્યો હતો. પોલીસે આ યૂપીટરની તલાશી લેતા તેમાંથી દાની આઠ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સલીમ રફીકભાઈ કુંડલીયા (ઉ.વ ૪૧ રહે.નેહનગર શેરી નંબર ૩, આમ્રપાલી સિનેમા પાસે) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ શખસની સઘન પૂછતાછ કરતા તેણે રૈયા ગામ ખાતે એક ડેલો ભાડે રાખ્યો હોય જે ડેલામાં તેણે દાનો અન્ય જથ્થો છુપાવી હોય અને ત્યાંથી યૂપિટરમાં માલ લઈ જઈ છૂટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે રૈયા ગામમાં બાપા સીતારામની મઢૂલી વાળી શેરીમાં ખોડીયારનગરમાં આવેલા આ ડેલામાં તપાસ કરતા અહીંથી દાની ૪૩૯ બોટલ મળી આવી હતી. પોલીસે આ શખસ પાસેથી કુલ પિયા ૧.૭૬ લાખની કિંમતનું ૪૪૭ બોટલ દાનો જથ્થો જયુપીટર અને મોબાઈલ સહિત .૨,૫૬,૨૨૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની પૂછતાછમાં દાનો આ જથ્થો તે રાજસ્થાન તરફથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
યારે દાના અન્ય એક દરોડામાં માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન લમીનગર મેઇન રોડ પર અશોક ગાર્ડન પાસે રાત્રિના ઇનોવા કાર નંબર જીજે ૨૩ એ ૯૦૪૫ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી પિયા ૩૬,૦૦૦ ની કિંમતનો ૭૨ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે કાર ચાલક જગદીશ દલાભાઈ પરમાર (ઉ.વ ૪૫ રહે. સણોસરા)ને ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને કાર સહિત .૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા શખસની પૂછતાછ કરતા ચોટીલા પંથક તરફથી તે દાનો આ જથ્થો અહીં લાવ્યો હોવાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech