સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે રજા સ્ટોર નામના વેપારીને ત્યાં દરોડો કરી ૪૩ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી કરાઇ હતી.
નગરપાલિકાના ચેકિંગને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિહોરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ સામે તપાસ કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ પ્લાસ્ટિકના મામલે છેલ્લા થોડા દિવસથી શહેરમાં અલગ અલગ વેપારી દુકાનો અને ગોડાઉન પર તપાસ કરી હતી., જેમાં રઝા સ્ટોર નામની દુકાનમાં રેડ કરી જયાંથી ૪૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સાથે જ વેપારીઓને સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા પ્લાસ્ટિકનો જથ્થો ઉપયોગ ન કરવા સૂચનાઓ પણ અપાઈ હતી. નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી હતી. અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તાકિદ કરાઈ હતી. નગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech