ગુજરાતના ૫૦,૦૦૦ વિધાર્થીઓને ૪૨ કરોડની શિષ્યવૃત્તિ અપાશે

  • December 18, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર્ર સહિત રાયભરના વિધાર્થીઓને શિષ્યવૃતિ ની રકમ આપવાનું શિક્ષણ વિભાગ દ્રારા ચાલુ થઈ ગયું છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૫૦૦૦૦ થી વધુ બાળકોને તબક્કાવાર સ્કોલરશીપ પર વિધાર્થીઓના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.


આ સિવાય રાયની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ કે જેમાં મેરીટમાં આવેલા વિધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેવી શાળાઓને પ્રોત્સાહન પે . ૧૧.૫૦ કરોડની સહાચ ચુકવવામાં આવશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ લેનારા વિધાર્થીઓને અનુક્રમે . ૫ હજાર અને . ૭ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પરીક્ષામાં પાસ થયેલા વિધાર્થીઓને કુલ ૪૨ કરોડ શિક્ષણ વિભાગ દ્રારા શિષ્યવૃતિ પે ચૂકવવામાં આવશે.ગરીબ અને મધ્યમવર્ગના બાળકોનુ શિક્ષણ અટકે નહી એ માટે રાય સરકાર દ્રારા ઉચ્ચ પ્રાથમિક અને હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવતાં બાળકો માટે સ્કોલરશીપ યોજના જાહેર કરાઈ છે. આ બંન્ને યોજનામાં વિધાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી છે સ્કોલરશીપ યોજનામાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિધાર્થીને ધો.૯ અને ૧૦માં વાર્ષિક . ૨૨ હજાર અને ધો.૧૧–૧૨માં વાર્ષિક . ૨૫ હજાર શિષ્યવૃત્તિ મળશે.


સરકારી–ગ્રાન્ટેડમાં પ્રવેશ લેનારને .૫ હજાર અને . ૭ હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે. હાલની સ્થિતિએ આ યોજના અંતર્ગત ૩૮૨૮ વિધાર્થીઓએ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. જેઓને . ૨૨ હજાર પ્રમાણે . . ૮.૪૨ કરોડ સ્કોલરશીપ પેટે ચુકવવામાં આવશે. યારે ૨૧ હજાર જેટલા વિધાર્થીઓએ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેઓને . ૫ હજાર પ્રમાણે . ૧૨.૯૦ કરોડ ચુકવવામાં આવશે. તેમજ આ શાળાઓને વિધાર્થીદીઠ . ૨ હજાર પ્રમાણે . ૬.૩૦ કરોડની સહાય મળશે.

 આ ઉપરાંત ધો.૫માં અભ્યાસ કરતાં બાળકોને ધો.૯થી ૧૨માં સ્કોલરશીપ મળે એ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના દાખલ કરાઈ છે. આ યોજના હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવેલા ૪ હજાર જેટલા વિધાર્થીઓને . ૨૨ હજાર લેખે . ૮ કરોડ શિષ્યવૃત્તિ મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application