પોરબંદરમાં ચામડીના રોગો માટે નવી ટેકનિકથી સારવાર

  • February 19, 2021 04:58 AM 6160 views

અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર જિલ્લામાં ચર્મરોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય બોખીરીયાના પુત્રવધુ ડો. રાજવી રાજશાખાએ પોતાના ક્લિનીકનો પ્રારંભ કરવાની સાથોસાથ પોરબંદર અને બગવદરમાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હોવાથી તે અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ બોખીરાના મહેર સમાજ ખાતે યોજાઈ હતી.
મેટ્રોસીટી જેવી સુવિધા પોરબંદરના દર્દીઓને
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પુત્ર આકાશભાઈના પત્ની ડો. રાજવી રાજશાખાએ વડોદરામાં ચર્મતબીબ તરીકેની માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તાજેતરમાં જ એમ.જી. રોડ પર, ક્રોસ રોડ બિલ્ડીંગ ખાતે તેમના ક્લિનીકનો પ્રારંભ કર્યો છે. ડો. રાજવી રાજશાખા સ્કીન, હેર અને કોસ્મેટીક્સના નિષ્ણાંત તબીબ છે અને તેમણે પોરબંદરમાં મેટ્રોસીટીમાં હોય તે પ્રકારની આધુનિક મશીનરી દ્વારા દર્દીઓને સારવાર આપવાના કાર્યનો પ્રારંભ કર્યો છે, ત્યારે તેમના દ્વારા બે કેમ્પો યોજાવાના છે તેમની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
બોખીરા અને બગવદરમાં ખાસ મહિલા અને બાળકો માટે યોજાશે કેમ્પ
ડો. રાજવી રાજશાખાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચામડીના રોગો અંગે શરમ રાખવી જોઈએ નહીં. તાત્કાલીક સારવાર કરાવવી જોઈએ. મહિલાઓ અને બાળકો માટે ડો. રાજવી રાજશાખા દ્વારા ચામડીના રોગોના નિ:શુલ્ક મેડીકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 તથા 21 ફેબ્રુઆરીના રોજ બોખીરાની મહેર સમાજની વાડી ખાતે પ્રથમ કેમ્પ યોજાશે. જેમાં સવારે 10 થી સાંજે પાંચ કલાક સુધી દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પમાં ચામડીના રોગો જેવા કે દાદર, ખસ ચેપ, ઉંદરી, કોઢ, દાજ, કપાસી, ખીલ, રક્તપિત, કખવા અને અળાઈ જેવા રોગોની ફ્રી સારવાર કરી અપાશે. આ નિ:શુલ્ક મેડીકલ કેમ્પમાં જરી દવાઓ ફ્રી માં આપવામાં આવશે. બીજો કેમ્પ બગવદર ગામે તારીખ 7 માર્ચ ખાતે ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે સવારે 10 થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે. 
પોરબંદર પંથકમાં ચર્મરોગોનું પ્રમાણ વધુ
ડો. રાજવી રાજશાખાએ સર્વે કરીને જણાવ્યું હતું કે પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલો જિલ્લો છે, જ્યાં ચર્મરોગોનું પ્રમાણ વધુ છે. માત્ર રાજકોટ જેવા શહેરોમાં દર મહીને પોરબંદરથી અંદાજે 300 થી 350 દર્દીઓ ચામડીના રોગોની સારવાર લેવા માટે જાય છે. આથી સ્થાનિક કક્ષાએ જ તેઓને સારામાં સારી સુવિધા મળે તે માટે પોતે પોરબંદરનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં માચ્છીમાર વિસ્તારોમાં અને ગ્રામ્યપંથકના લોકોમાં ચર્મરોગોનું પ્રમાણ અમુક સ્તરે વધારે જોવા મળ્યું છે. તેથી લોકોએ શરમ રાખ્યા વગર પોતાના સારવાર-નિદાન કરાવવા જ જોઈએ, કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.
અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ
પોતાના ક્લિનીક ખાતે પણ સ્કીન, હેર અને કોસ્મેટીક્સની સારવાર માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ તે જાગૃતિ ફેલાવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્યપંથકમાં પ્રવાસ દરમિયાન એવું જોવા મળ્યું કે મહિલાઓ પોતાની ચામડીના રોગો વિશે જાગૃત નથી અને તેથી રોગ વકરે છે. આથી પોરબંદરમાં ક્લિનીક ખાતે આધુનિક મશીનરી દ્વારા અનેક વિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને તેનો લાભ વધુમાં વધુ લોકો લે તેવો આશય છે.
કેમ્પમાં નામ નોંધાવવા યાદી
પોરબંદરના બોખીરા અને બગવદર ગામે યોજાનારા કેમ્પમાં નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર 96929 23939 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
સ્થાનિક ડોક્ટરો મોટા શહેરોમાં જાય છે...હું પોરબંદર આવી !
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પોરબંદરના અનેક તબીબો સારી એવી પ્રેક્ટીસ કરીને નામ અને દામ કમાઇ લીધા પછી મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે. પરંતુ ડો. રાજવીએ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પુત્ર આકાશ સાથે લગ્ન કયર્િ પછી કાર્યક્ષેત્ર તરીકે અમદાવાદ કે મોટા શહેરોને બદલે પોરબંદરને પસંદ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે છેવાડાના માનવીઓને પણ સારામાં સારી સારવાર સ્થાનિક કક્ષાએ મળે તે માટે પોતે અહીં સ્થાયી થયા છે.
મહિલા તબીબ પાસે મહિલા દર્દીઓ નિખાલસતાથી વાત કરી શકે
મહિલાઓમાં ચામડીના અનેક ગુપ્ત રોગો પણ જોવા મળતા હોય છે. જેથી તેઓ તેના વિશે પુષ તબીબો પાસે સારવાર કરાવવા જવામાં સંકોચ અનુભવતી હોય છે. તેથી આવી બેદરકારીને લીધે રોગ વકરે છે. માટે મારા જેવા મહિલા તબીબ પાસે મહિલા દર્દીઓ નિખાલસતાથી વાત કરીને પોતાના મનની મુંઝવણ દૂર કરી શકશે.
સાઉથ કોરીયાથી મંગાવી છે તમામ મશીનરી
પોરબંદરમાં ક્લિનીક શ કરનાર ડો. રાજવી રાજશાખાએ જણાવ્યું હતું કે વિશ્ર્વમાં કોસ્મેટીક ટ્રીટમેન્ટની ટેકનોલોજી ક્ષેત્રે સાઉથ કોરીયા અવ્વલ છે. આથી તેમણે પોતાના ક્લિનીકમાં સાઉથ કોરીયાથી તમામ મશીનરી મંગાવી છે. અને તેનો સ્થાનિક કક્ષાએ લોકોને લાભ મળશે.
ચામડીના રોગો પ્રત્યે લોકોને જાગૃત બનવું જરી
પોરબંદરમાં ક્લિનીક શ કરનાર આ મહિલા તબીબે એવું જણાવ્યું હતું કે આંખો આસપાસ કાળા કુંડાળા થવા, ચામડી ઢીલી પડી જવી, ખીલને લીધે ગાલ પર ખાડા પડવા, દાઝી જવું સહીત અલગ-અલગ પ્રકારના રોગોમાં લોકો સારવાર કરાવવા જાગૃત બનતા નથી. આજે તો રક્તપિત જેવો રોગ પણ નાબુદ કરી શકાયો છે ત્યારે હર્પિસ અને રક્તપિતને પણ હરાવવામાં ટેકનોલોજી મદદપ બની છે. માટે લોકોએ પણ ચામડીના આ રોગો પ્રત્યે જાગૃત બનવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application