દરરોજ વપરાતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અને ૫૦ વર્ષથી ઓછી વયની મહિલાઓમાં ઝડપથી વધી રહેલા કેન્સરની ઘટનાઓ વચ્ચે સીધો સંબધં છે. 'અમેરિકન કેમિકલ સોસાયટી'માં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં દરરોજ ઉપયોગમાં લેવાતા ૪૦૦ થી વધુ રસાયણોની ઓળખ કરવામાં આવી છે, જેનો સીધો સંબધં સ્તન કેન્સરના જોખમ સાથે છે.
સંશોધન અનુસાર, આ તમામ ખતરનાક કેન્સર પેદા કરતા રસાયણો પેકેજિંગ, પર્સનલ કેર પ્રોડકટસ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં મોટી માત્રામાં જોવા મળે છે. આ માટે સંશોધકોએ 'સાઇલેન્ટ સ્પ્રિંગ ઇન્સ્િટટૂટ'ના અગાઉના અભ્યાસનો પણ ઉપયોગ કર્યેા છે, જેમાં લગભગ ૯૦૦ આવા સ્તન કેન્સર પેદા કરતા રસાયણોની ઓળખ કરવામાં આવી છે; જેનો વ્યવસાયિક રીતે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સંશોધકોએ શોધી કાઢું કે આ યાદીમાં ૪૧૪ રસાયણોનો પણ સમાવેશ થાય છે જે પ્લાસ્ટિક ઉત્પાદનોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આને ધ્યાનમાં રાખીને, સંશોધકોએ નિયમનકારી ધોરણો સાથે વ્યકિતગત સલામતીના પગલાંમાં તાત્કાલિક ફેરફારોની જરિયાત પર ભાર મૂકયો છે.
પ્લાસ્ટિકમાં રહેલા રસાયણોમાંથી કેન્સર થવાના આ કારણો છે: ૧. પ્રાણીઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસો અનુસાર, કેટલાક 'પ્લાસ્ટિક એડીટીવ્સ' સ્તનના પેશીઓની ગાંઠો માટે સાબિત થયા છે. ૨. પ્લાસ્ટિકના ઘણા રસાયણો હોર્મેાનના ઉત્પાદન અને નિયમનમાં દખલ કરે છે, જે સ્તન કેન્સરનું જોખમ વધારે છે. સ્તન કેન્સર ઘણીવાર હોર્મેાન આધારિત હોય છે, તેથી આ પ્રકારના વિક્ષેપો ખાસ કરીને જોખમી હોય શકે છે. ૩. ડીએનએને નુકસાન પહોંચાડતા જીનોટોકિસક રસાયણો પ્લાસ્ટિક ઉત્પાદનોમાં પણ જોવા મળે છે. ક્ષતિગ્રસ્ત ડીએનએ કેન્સરના કોષોની અનિયમિત વૃદ્ધિ તરફ દોરી જાય છે.
આઈસીએમઆર–એનસીડીઆઈઆરના તાજેતરના અભ્યાસ અનુસાર, ભારતમાં કેન્સર અને મૃત્યુદરનું મુખ્ય કારણ ક્રી સ્તન કેન્સર બની ગયું છે. કેન્સરના નવા કેસોમાં ૧૩.૫ ટકા સ્તન કેન્સર અને કેન્સર સંબંધિત તમામ મૃત્યુમાં ૧૦.૬ ટકા હિસ્સો ધરાવે છે. તમિલનાડુ, દિલ્હી અને તેલંગાણા ત્રણ રાયોમાં તુલનાત્મક રીતે સ્તન કેન્સરના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ઘણા અભ્યાસોમાં એ પણ સ્પષ્ટ્ર થયું છે કે હાલના સમયમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ કેન્સરના કેસ ઝડપથી વધી
રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech