ભારતમાં ઓછા જાણીતા સ્થળોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ૪૦ પ્રવાસન પ્રોજેકટને કેન્દ્રની મંજૂરી મળી છે, જે માટે કેન્દ્રએ ૩,૨૯૫ કરોડથી વધુની રકમની ફાળવણી કરી છે અને સાથે પ્રવાસન મંત્રાલયે ખાસ માર્ગદર્શિકા રાય સરકારોને પરિપત્ર કરીને મોકલી આપી છે તેમજ પ્રોજેકટ દરખાસ્તો તૈયાર કરવા અને મંત્રાલયને સબમિટ કરવા જણાવ્યું છે.આ પ્રોજેકટ અંતર્ગત ૩,૨૯૫ કરોડથી વધુની કિંમતના અને ૨૩ રાયોમાં ફેલાયેલા ચાલીસ જેટલા પ્રવાસન પ્રોજેકટસને, ઓછા જાણીતા સ્થળોને આઇકોનિક સાઇટસમાં વિકસાવવા અને દેશભરમાં પ્રવાસીઓના વધુ સંતુલિત વિતરણને પ્રોત્સાહન આપવાનો હેતુ સિદ્ધ કરાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસન મંત્રાલયે પ્રતિિત પ્રવાસી કેન્દ્રોના વિકાસ માટે મૂડી રોકાણ માટે રાયો, કેન્દ્રશાસિત પ્રદેશોને વિશેષ સહાય માટે કાર્યકારી માર્ગદર્શિકા જારી કરી હતી.
જેમાં જણાવવામાં આવ્યું છે કે રાય સરકારોએ પોતાની ટેરીટરીમાં આવતા સ્થળોનો પ્રોજેકટ દરખાસ્તો તૈયાર કરવી અને મંત્રાલયને સબમિટ કરવી કે જેના પરથી આગામી સમયમાં તે સ્થળોનો વધુ વિકાસ કરી શકાય અને લોકો તેની મુલાકાતે આવે. જેના સબમિશનની છેલ્લી તારીખ, ૧૫ ઓકટોબર, ૨૦૨૪ સુધી રાખવામાં આવી હતી અને ત્યાં સુધીમાં ૮,૦૦૦ કરોડ પિયાથી વધુની કિંમતની કુલ ૮૭ પ્રોજેકટ દરખાસ્તો પ્રા થઈ હતી.ત્યારબાદ, પ્રવાસન મંત્રાલયે માર્ગદર્શિકા અનુસાર અને પ્રક્રિયા અથવા માપદડં મુજબ, ૨૩ રાયોમાં ૪૦ પ્રોજેકટસને . ૩૨૯૫.૭૬ કરોડમાં શોર્ટલિસ્ટ કર્યા હતા જેને હવે ખર્ચ વિભાગ દ્રારા મંજૂર કરવામાં આવ્યા છે.
આ સ્થળોની પસંદગી
મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક પસદં કરેલા સ્થળોમાં રગં ઘર, શિવસાગર (આસામ), મત્સ્યગંધા તળાવ, સહરસા (બિહાર), સૂચિત ટાઉન સ્કવેર, પોર્વેારિમ (ગોવા), અને ઓરછા (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં પ્રતિિત પ્રવાસી કેન્દ્રોનો વ્યાપક વિકાસ કરવા અને વૈશ્વિક સ્તરે તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટે રાયોને ૫૦ વર્ષના સમયગાળા માટે લાંબા ગાળાની વ્યાજમુકત લોન આપવાનો છે પ્રોજેકટના પમાં મૂડી રોકાણને ભેળવીને, આ યોજના દ્રારા રોજગારની તકોનું સર્જન કરવાની દિશામાં પણ કામ કરશે.
પ્રસિદ્ધ સાઇટસ પર ટ્રાફિકનું ભારણ ઘટશે
મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ ઉચ્ચ–ટ્રાફિક સાઇટસ પર દબાણ ઘટાડવા અને સમગ્ર દેશમાં પ્રવાસીઓના વધુ સંતુલિત વિતરણને પ્રોત્સાહન આપવાનો છે. ઓછા જાણીતા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને, મંત્રાલય સમગ્ર પ્રવાસન અનુભવને વધારવા, સ્થાનિક અર્થતંત્રોને વેગ આપવા અને આવક સતત વધારવાનો હેતુ રાખે છે. નવા પ્રોજેકટની પસંદગી માટે વ્યૂહાત્મક અભિગમ દ્રારા આ ક્ષેત્રમાં વૃદ્ધિનો દર હાંસલ કરાશે. રાયોને પ્રોજેકટસ પૂર્ણ કરવા માટે બે વર્ષની સમયરેખા આપવામાં આવી છે, યારે ફડં માર્ચ ૨૦૨૬ પહેલા રિલીઝ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech