વિશ્વમાં એક અઠવાડિયામાં જ કોરોનાના ૪૦ લાખ નવા કેસ નોંધાયા: WHO

  • August 05, 2021 09:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સપ્તાહ દરમિયાન વિશ્ર્વમાં કોરોનાના ૪૦ લાખ નવા કેસ નોંધાયા હોવાની અને એમાંથી મોટાભાગના મધ્યપૂર્વ અને એશિયાના હોવાની માહિતી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (હૂ)એ પોતાના રોગચાળા વિશેના સાપ્તાહિક રિપોર્ટમાં જાહેર કરી હતી.

 

who એ જણાવ્યું હતું કે એક મહિનાથી રોગચાળાનો ચેપ વધી રહ્યો છે, પણ વૈશ્ર્વિક સ્તરે મૃત્યુઆંકમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 

જોકે, મધ્યપૂર્વ અને એશિયામાં મૃત્યુઆંકમાં એક તૃતિયાંશ જેટલો વધારો નોંધાયો હતો. ગત સપ્તાહ દરમિયાન કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકા, ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ઇરાનમાં નોંધાયા હતા. ભારતમાં સૌપ્રથમ દેખાયેલા અને સરળતાથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટની હાજરી ૧૩૦થી વધુ દેશમાં નોંધાઇ હતી. હુએ વધુમાં જણાવ્યું હતું કે યુરોપિયન દેશોમાં કોરોનાનો ચેપ નવ ટકા ઘટયો હતો અને મુખ્યત્વે બ્રિટન અને સ્પેનમાં કોરોનાના કેસ ઘટયા હતા. કોરોનાની વધુ એક જીવલેણ લહેર આવશે એવી ટીકાને અવગણીને ગયા મહિને યુકેએ કોવિડ-૧૯ને લગતા લગભગ બધા જ પ્રતિબંધો હટાવ્યા હતા. બ્રિટનના અંદાજે ૬૦ ટકા નાગરિકને કોરોનાની રસી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS