જામનગરમાં 40 કી.મી. ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 35.7 ડીગ્રી

  • April 08, 2021 09:12 PM 

શહેરમાં બપોરના ગરમી અને રાત્રે ઠંડા પવનને કારણે વાતાવરણ મિશ્ર બન્યું: એક તરફ કોરોના અને બીજી તરફ ગરમીથી લોકો અકળાયા

જામનગર સહિત સમગ્ર હાલારમાં સતત ત્રીજા દિવસે મોડી રાત્રે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે, ગઇકાલે 40 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો અને વાતાવરણમા થોડો ફેરફાર થયો હતો જો કે આગામી દિવસોમાં હજુ વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે, લોકો ગરમીથી અકળાઇ ગયા છે, બપોરના 1 થી 5 દરમ્યાન અસહ્ય ગરમી જોવા મળે છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 35.7 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 24.5 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા, પવનની ગતી 35 થી 40 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

હાલારમાં સાંજના ભાગમાં ઠંડક જોવા મળે છે ત્યારે ગઇકાલ કરતા પવન વધતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને તાપમાન 35.7 ડીગ્રીએ પહોચ્યુ હતું, આજે ભેજનું પ્રમાણ 83 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.ગામડાઓમાં જનજીવન ઉપર અસર થઇ છે, શહેરમાં ખરીદી કરવા આવતા લોકો ઘટી ગયા છે, ત્યારે કોરોના પણ ગરમીમાં વધી રહયો છે તે ચિંતા પમાડે તેમ છે.

ગામડામાં બફારો વધતા જ લોકો શહેરમાં હટાણુ કરવાનું ટાળી રહયા છે અને સંખ્યા પણ ઘટી રહી છે અને બીજી તરફ ખેતરમાં મજુરીકામ કરતા લોકોને પણ લુ લાગી રહી છે એક તરફ કોરોનાનો ડંખ વધુ બેકાબુ બની રહયો છે ચારેકોર ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે હજુ પણ વધુ ગરમી પડે તેવી શકયતા છે.

છેલ્લા ત્રણ દિવસથી જામનગરના તાપમાનમાં સારો એવો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાન 35-36 ડીગ્રી વચ્ચે રહ્યાં કરે છે જેથી લોકોને ગરમીથી સારી રાહત થઈ છે, ગઈકાલે સાંજે પણ 40થી 4પ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો જેથી ગરમીથી રાહત થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS