મુંબઈમાં અમીરાતની ફ્લાઈટને ટક્કર મારતાં 40 ફ્લેમિંગોનાં મોત, ફ્લાઈટ સુરક્ષિત લેન્ડ કરાઈ

  • May 21, 2024 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અનેક જગ્યાએ 40 ફ્લેમિંગો મૃત હાલતમાં મળી આવ્યા છે. આ તમામ ફ્લેમિંગો મુંબઈમાં અમીરાતના વિમાનની ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. મૃત પક્ષીઓના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. BMCએ આ જાણકારી આપી છે.



ઘાટકોપરમાં કેટલાક સ્થળોએ કેટલાય મૃત પક્ષીઓ મળી આવ્યા હોવાની માહિતી વન્યજીવન વોર્ડનને ફોન પર મળી હતી. આ પછી, જ્યારે અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી, ત્યારે તેઓએ જોયું કે આ વિસ્તાર પક્ષીઓના મૃતદેહોથી ભરેલો છે અને પીંછાના તૂટેલા ટુકડા, પંજા અને ચાંચ ચારે બાજુ વેરવિખેર છે. તેમણે કહ્યું કે મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News