ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દંડકના આદેશનું ઉલ્લંઘન કરીને ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દંડકે તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીના સંબોધનમાં હાજર રહેવા સૂચના આપી હતી, પરંતુ ભાજપના જ ધારાસભ્યોએ આ સૂચનાનું ઉલ્લંઘન કર્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીના સંબોધનમાં કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ વિધાનસભાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની ગાથા અને ૨૦૪૭ સુધીના વિકસિત ગુજરાતનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘વિકાસની વાતો નહીં, વિકાસ વાતોમાં નહીં’ નક્કર અને વાસ્તવિક વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ને ચરિતાર્થ કરવા ગુજરાતે કમર કસી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના છઠ્ઠા સત્રના અંતિમ દિવસે વિધાનગૃહને પ્રેરક સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવામાં ગુજરાત પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવા માટે ગુજરાતે ભાવિ વિકાસની દિશા તય કરીને ૭ કરોડ ગુજરાતીઓના સપના-આકાંક્ષાઓ મૂર્તિમંત કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ રોડમેપ કંડાર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનગૃહમાં વિકસિત ગુજરાત@૨૦૪૭ માટે રોડમેપની છણાવટ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ ડોક્યુમેન્ટમાં આગામી ૨૫ વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે.
એટલું જ નહિ, આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો, આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલ અને લિવિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે આગામી પાંચ વર્ષ માટે ૫૦ હજાર કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાત આ વર્ષના બજેટમાં કરી છે તેનો મુખ્યમંત્રીશ્રી ઉલ્લેખ કર્યો હતો.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારના પ્રયાસો વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ-ધંધા, વેપાર, રોજગારની સમાન તકો સુનિશ્ચિત કરી છે. ગ્યાન એટલે કે ગરીબ, અન્નદાતા, યુવાનો અને નારીશક્તને કેન્દ્ર સ્થાને રાખીને તેમના સર્વાંગી વિકાસ સાથે અર્થતંત્રના પાયાના ક્ષેત્રોના વિકાસ પર ફોકસ કર્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech