રાજકોટ મહાનગરપાલિકા પોતાના જ સંફૂલો અને માલ મિલકતોના સંચાલનમાં નિષ્ફળ રહે છે અને ત્યારબાદ સંસ્થાઓને તેની લ્હાણી કરે છે અથવા તો ભાડેથી આપે છે. દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં શહેરના રેસકોર્સ સંકુલ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલી ચાર સિમેન્ટ વિકેટો વાર્ષિક ફક્ત ૨.૨૫ લાખના ભાડેથી રેસકોર્સ ક્રિકેટ એકેડેમીને આપી દેવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે આ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં ત્રણ એજન્સીના ટેન્ડર આવ્યા હતા તેમાંથી સૌથી વધુ ભાવ ઓફર કરનારને ભાડેથી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્રિકેટ કોચિંગનો ધંધો કરતી એકેડમીઓ વર્ષે લાખો રૂપિયા કમાય છે અને મહાપાલિકાને મામુલી રકમનું ભાડું ચૂકવે છે. બીજી બાજુ રાજકોટના સામાન્ય નાગરિકો ક્યારેય તેમના સંતાનોને આ સિમેન્ટ વિકેટમાં ક્રિકેટ રમાડી શકતા નથી. જો અહી ક્રિકેટ રમવું હોય તો એકેડેમીમાં મેમ્બરશીપ લેવી પડે છે અને તે મેમ્બરશીપની ફી પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.૭૫૦થી ૧૫૦૦ સુધી વસૂલાય છે.
આ ઉપરાંત રેસકોર્સમાં બનાવેલા ટેનિસકોટ તો જાણે માલેતુજારો માટે જ બનાવવામાં આવ્યા હોય તેવી સ્થિતિ છે ચોક્કસ લોકો જ અહીં તેની ટેનિસ રમવા જાય છે સામાન્ય નાગરિકો ક્યારેય જોવા મળતા નથી. દરમિયાન રેસકોર્સ સંકુલના આ છ ટેનિસકોર્ડ વાર્ષિક રૂ.૧૭ લાખના ભાડેથી આલિયા ટેનિસ એકેડેમીને ભાડે આપી દેવામાં આવ્યા હતા આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત અન્ય બે તેની સપોર્ટ ડીબી સ્પોર્ટ્સ એકેડેમીને વાર્ષિક રૂ.૪.૨૫ લાખના ભાડેથી આપવાનું સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech