BREAKING NEWS

જામનગરમાં બેઠક પાસે ટ્રક-સીટી બસ અકસ્માતમાં ૪ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા

  • June 23, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બેઠક પાસે ટ્રક-સીટી બસ અકસ્માતમાં ૪ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા

ટ્રકવાળાએ અચાનક બ્રેક મારતા બસ અથડાઇ : ૭૦ હજારનું નુકશાન કર્યાની ટ્રકચાલક સામે રાવ

જામનગરના મહાપ્રભુજીની બેઠક રોડ પર ગઇકાલે ટ્રકવાળાએ અચાનક બ્રેક મારતા જીએમસીની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો આથી બસમાં બેઠેલ ચાર જેટલી વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા થઇ હતી આ બનાવ અંગે ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના પુરબીયાની ખડકી પાસે રહેતા ડ્રાઇવર સમીર ઇકબાલભાઇ કુરેશી (ઉ.વ.૩૨)એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં લેલન્ડ કંપનીના ટ્રક નં. જીજે૧૦ટીએકસ-૧૧૩૬ના ચાલક દિનેશ સામત વઘોરા રહે. પવનચચકીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ગઇકાલે ફરીયાદી બસ લઇને જતા હોય એ દરમ્યાન મહાપ્રભુજીની બેઠક રોડ પર પહોચતા ઉપરોકત નંબરના ટ્રકવાળાએ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અચાનક બ્રેક મારતા જેએમસીની બસ નં. જીજે૧૦ટીએકસ-૩૭૪૮ અથડાઇ હતી.

આ અકસ્માતમાં બસમાં બેઠેલા સ્કુલની ચાર જેટલી વિદ્યાર્થીનીઓને સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોચતા સારવારમાં લઇ જવામાં આવી હતી, અકસ્માતના કારણે બસમાં આશરે ૭૦ હજારનું નુકશાન થયાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application