અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રિ દરમિયાન ગાય આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલ્ટી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને કઠલાલ પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઇકો ગાડી અમદાવાદથી ઓઢવાડ જઈ રહી હતી તે સમયે આ અકસ્માત થયો હતો. મોડીરાતે પૂરપાટ જતી કારની વચ્ચે ગાય આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતની જાણ થતા કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આ સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિને પણ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલામાં લઈ જવામાં આવ્યો છે.
મોડી રાતે અકસ્માત સર્જાયો
કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. ગતરોજ મોડીરાત્રે અહીંયાથી ઈકો કાર નંબર (GJ 35 N 1079) પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઈ હતી. જેથી ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ત્યારબાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. તો બીજી તરફ કારમાં સવાર કાર ચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
ગઈકાલે ધ્રોલમાં અકસ્માત સર્જાતા 3ના મોત થયા હતા
ગઈકાલે જામનગરના ધ્રોલ પાસે ભયંકર અકસ્માત થયો હતો. લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3ના મોત થયા હતા. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પીએ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુ વળી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech