આ વર્ષે, ભારતમાં 5માંથી 4 લોકો એટલે કે 82 ટકા લોકો નોકરી બદલવા માંગે છે. 55 ટકા લોકો માને છે કે ગયા વર્ષે નોકરી શોધવી પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગઈ હતી. લિંક્ડઇનના સંશોધનમાં આ વાત સામે આવી છે.
સંશોધન મુજબ, 69 ટકા એચઆર પ્રોફેશનલ્સે જણાવ્યું હતું કે, નોકરી લાયક લોકોને શોધવાનું હવે પહેલા કરતાં વધુ પડકારજનક બની ગયું છે. સ્પષ્ટ છે કે 2025માં નોકરિયાતોને નોકરી મેળવવાની રીત બદલવી પડશે. લિંક્ડઇન ઇન્ડિયાના કારકિર્દી નિષ્ણાંત નિરજિતા બેનર્જી કહે છે કે, કૌશલ્ય વિકસાવવું મહત્વપૂર્ણ છે. જો વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તો પડકારજનક માર્કેટમાં નવી તકો અને સારી કારકિર્દીમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.
રિપોર્ટ અનુસાર, 2024માં નોકરી શોધનારાઓને સુસ્ત બજારનો સામનો કરવો પડ્યો હતો. 2024માં દર પાંચમાંથી એક વ્યક્તિ નવી નોકરી શોધી રહ્યો હતો. તેમજ તેની શોધ હજુ ચાલુ જ છે. માર્કેટ પર નજર કરીએ તો 37 ટકા નોકરિયાતો કહે છે કે તેઓ નવી નોકરી શોધવાનું આયોજન કરી રહ્યા નથી, જ્યારે 58 ટકા માને છે કે 2025માં નોકરી બજારમાં સુધારો થશે. તે નવી નોકરી મેળવવા અંગે સકારાત્મક છે.
નોકરી શોધનારા નોકરિયાતો અને ભરતી મેનેજરો બંને માટે નોકરી શોધવાની પ્રક્રિયા વધુ પડકારજનક બની રહી છે. ૪૯ ટકા નોકરિયાતો નવી નોકરીઓ માટે ઘણી વખત અરજી કરી રહ્યા છે. પરંતુ તેમને ઓછા પ્રતિભાવો મળી રહ્યા છે. ૫૫ ટકા એચઆર પ્રોફેશનલ્સ કહે છે કે, તેમને મળતી અરજીઓમાંથી અડધાથી ઓછી તેમની લાયકાતને પૂર્ણ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech