ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ચાર સગીરો સાથે જાતીય સતામણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ગામમાં જ રહેતા બે શખસોએ બે વર્ષ પૂર્વે નવરાત્રી સમયે ચાર સગીરોને ડેલામાં લઈ જઈ તેઓને બિભત્સ હરકત કરવા કહ્યું હતું. બાળકોએ તેનો ઇનકાર કરતા તેમને લાફા મારી ધમકીઓ આપી બાળકો પાસે એકબીજા સાથે મુખ મૈથુન અને ગુદા મૈથુન કરાવ્યું હતું.
એટલુ જ નહીં બાદમાં આ સમગ્ર ઘટાનનો વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરોને બંન્ને નરાધમો ધમકાવતા હોય જેથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં આ અંગે સગીરે પરિવારને જાણ કરતા ઘટના અંગે બાળકના વાલીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભોજપરામાં રહેતા આ બંને નરાધમોને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભોજપરા ગામે રહેતા ૪૦ વર્ષીય પરિણીતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયાના નામ આપ્યા છે. જે ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૧૫ (૨), ૩૫૧ (૨), ૫૪ તથા પોકસો એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યેા છે.
૧૫ વર્ષના કિશોરની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે નવરાત્રી સમય રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ આરોપી મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયા ફરિયાદીના ૧૫ વર્ષના પુત્રને તથા અન્ય ત્રણ સગીરોને રાત્રિના સમયે પોતાના ડેલામાં લઈ ગયો હતો. સગીરોને અહીં લાવ્યા બાદ બંને આરોપીઓએ સગીરોને ખરાબ કામ કરવા જણાવતા બાળકોએ ના પાડી હતી જેથી આરોપી મનીષ સોલંકી ફરિયાદીના ૧૫ વર્ષના પુત્ર તથા અન્ય બાળકોને લાફા ઝીંકી દીધા હતા અને ખરાબ કામ કરવા માટે ધમકી આપી ફરજ પાડી હતી.
બાદમાં આ નરાધમોએ વિકૃતીની ચરમસીમાં પાર કરી સગીરો પાસે અતિ ધ્રુણાસ્પદ કૃત્ય કરાવ્યું હતું. હેવાનોએ સગીરોને એકબીજા સાથે મુખ મૈથુન તથા ગુદા મૈથુન કરવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં અન્ય આરોપી હેમાંગે આ નીચ હરકતનો વીડિયો ઉતારી લીધો હતો અને વાયરલ કરી દેવાનું કહી સગીરોને ધમકાવ્યા હતા.
આરોપીઓ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા હોવાથી આ વિકૃત બનાવ અંગે જે તે સમયે સગીરોએ પરિવારજનોને આ વાત કરી ન હતી. પરંતુ બાદમાં આ અંગે પરિવારજનોને વાત કરતા તેઓ ચોંકી ઉઠા હતા અને તુરતં ગોંડલ તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને બાદમાં આ નારાધમો વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુ.આર. ડામોરની રાહબરી હેઠળ પી.એસ.આઇ આર.જે. જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી સગીર પાસે આવી વિકૃત હરકત કરાવનાર બંને નરાધમોને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે