શેઠવડાળાના મેલાણ ગામમાં પાના ટીંચતી 3 મહિલા સહિત 4 ઝબ્બે

  • October 13, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે દરોડો : 10 હજારની મત્તા કબ્જે : એક ફરાર


જામજોધપુરના મેલાણ ગામથી વસંતપુર જતા કાચા રસ્તે બાવળના ઝાડ નીચે ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા 3 મહિલા સહિત 4ની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.


મેલાણ ગામથી વસંતપુર કાચા રસ્તે વોકળાના પટ્ટમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે દરોડો પાડીને ગંજીપતાનો જુગાર રમતા ખીરસરાના રેશમાબેન હાન ઠેબા, ખાખીજાળીયા ગામના મધુબેન પુના સુવા, બાલવા ફાટક પાસે રહેતી પુનીબેન ભારા જોગાણી, જામજોધપુરના રાજાણી પ્લોટમાં રહેતા વિરેન્દ્ર રાણશી ધારાણીને રોકડ 10230 સાથે અટકાયત કરી હતી જયારે જામજોધપુરનો વજુ પટેલ નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application