જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪.૩૮ કરોડના વિકાસ કામો મંજુર

  • January 15, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનરલ બોર્ડમાં ધારાસભ્ય હેમંત ખવાની હાજરી: કામની ૧૦ ટકા રકમ ઓપરેશન મેઇન્ટેઇન માટે વપરાશે : કેટલાક કામોને બહાલી : કુલ ૭૫ વિકાસના કામો કરાશે

જામનગર જીલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં ૭૫ જેટલા અલગ અલગ વિકાસના કામો મંજુર થયા છે, જે માટે રુા. ૪ કરોડ ૩૮ લાખની રકમ ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સામાન્ય સભામાં ગઇ બેઠકની નોંધને પણ બહાલી આપવાની મંજુરી આપવામાં આવી છે અને વિકાસ કામો ઝડપભેર કરવા સભ્યને સુચવ્યુ છે.
આજે જીલ્લા પંચાયતની એક મહત્વની સામાન્ય સભા પ્રમુખ મયબેન ગળચરના સ્થાને મળી હતી જેમાં કેટલાક મહત્વના કામો સુચવવામાં આવ્યા હતા, આ કામોમાં વસઇમાં આંગણવાડી માટે ૬.૫૦ લાખ, બેડીમાં આંગળવાડી માટે ૬.૫૦ લાખ, વિવિધ તાલુકામાં પીએચસી કેન્દ્ર માટે ૧૦ લાખ, ફલ્લા હડીયાણા, સમાણા અને ધુનડામાં સોલાર માટે ૮.૭૫ અને જોડીયા રણજીતપર માટે ૩ લાખ, ગોરખડીમાં ગૌચર સુધારા માટે ૨.૫૦ લાખ, મોટી ભરડ ખાતે એનઆરએલએમ ટ્રેનીંગ સેન્ટર ખાતે રુા. ૫ લાખ, મોટી બાણુગાર ગામે પ્રા. શાળા માટે ૫ લાખ, નાની રાફુદળમાં પ્રા. શાળા માટે ૫ લાખ, કલાસરુમ માટે ૩ લાખ, સેવકધુણીયા અને ઇશ્ર્વરીયા ગામે સ્માર્ટ કલાસ માટે કુલ ૯ લાખ, મસીતીયા, આણંદપર, આમરા, મોરકંડા, ધુતારપર, ગીંગણી અને ગોરધનપર, જોડીયા, ખીરી, વાવડી, કુનડ માટે સીસીટીવી કેમેરામાના તમામ માટે ૫ લાખ મંજુર કરાયા છે
આ ઉપરાંત નપાણીયા ખીજડીયા, પીપર, ખડધોરાજી, ભાવાભી ખીજડીયા અને મોટા ભાડુકીયામાં એલઇડી માટે ૬ લાખ, લતીપરમાં અને જામવાડીમાં એલઇડી માટે કુલ ૬.૫૦ લાખ, તમાચણ ગામમાં રાહત શિબીરના હોલ માટે ૫.૫૦ લાખ મંજુર કરાયા છે, રોજીયામાં ભરવાડ વિસ્તારમાં એનઆરએલએમ પ્રશિક્ષણ રુમ માટે ૫ લાખ, વડવાળા ભડાનેશ વિસ્તારમાં કોઝવે માટે ૭ લાખ, આરબલુસ માટે કોઝવે માટે ૧૮.૫૦ લાખ, વિરપુરથી સાજડીયારી કોઝવે તેમજ જીણાવારી ભણગોર કોઝવે અને કોટડા બાવીસી ગામે કોઝવે માટે ૭.૫૦ લાખ, કાનાવીરડી ગામમાં કોઝવે માટે ૫ લાખ, નાની ભગેડીમાં કોઝવે માટે ૫ લાખ, જુના માવના ગામમાં બેઠો કોઝવે માટે ૨.૫૦ લાખ મંજુર કરાયા છે.
આમ જીલ્લા કક્ષાએ અનટાઇડ ગ્રાન્ટમાથી ૧૦ ટકા વહિવટી અને ટેકનીકલ કામ માટે ૨૦૨૬૭૭૦ મંજુર કરાયા છે અને કુલ ૧૯૨૭૬૭૭૦ મંજુર થયા છે. ૧૫માં નાણાપંચમાં સુચીત કામમાં વિવિધ ગામમાં સામુહીક સફાઇ માટે ટ્રોલીના ૬ લાખ, ધ્રાંગડામાં ઘનકચરાના નિકાલ માટે ૫.૫૦ લાખ, ખંભાલીંડા નાનાવાસ ગામે ઘનકચરાના નિકાલ માટે ટ્રેકટર ટ્રોલી ખરીદવા ૫.૫૦ લાખ, કાલમેઘડામાં ટ્રેકટર ટ્રોલી માટે ૫.૫૦ લાખ, નપાણીયા ખીજડીયામાં ટ્રેકટર ટ્રોલી માટે ૫.૫૦ લાખ, જામજોધપુર, અપીયા, નાના બાદનપર, ભીમકટા, લતીપર, હજામચોરા, જોડીયા માટે ૬ લાખ, મોડા, ખાખરા, મોટાવડીયામાં ટ્રેકટર ટ્રોલી માટે ૫-૫ લાખ મંજુર કરાયા છે.
આ સામાન્ય સભામાં શેઠવડાળામાં ગટર કામ માટે ૫ લાખ, ટીંબડીમાં ભુગર્ભ ગટર માટે ૫ લાખ, વાવડીમાં ખુલ્લી ગટર અને પાણની પાઇપલાઇન માટે ૬ લાખ, નાની વાવડીમાં ભુગર્ભ ગટરના ૫ લાખ, પરડવા ડ્રેનેજ ગટર માટે ૫ લાખ, આરબલુસમાં ગટર માટે ૫.૫૦ લાખ, લાલપુરમાં પુર સંરક્ષણ દિવાલ માટે ૭ લાખ, લાલપુરમાં લાઇટ ફીટીંગ અને શૌચાલયમાં પાણી ફીટીગ માટે ૨.૫૦ લાખ, ધુંવાવમાં શૌચાલયના અને ભડાનેશમાં પ્રાથમિક શાળામાં શૌચાલય માટે ૬ લાખ મંજુર કરાયા છે આ અઉપરાંત અન્ય કામોમાં ખીજડીયામાં સ્નાનઘાટ માટે ૭.૫૦ લાખ, મછલીવડથી જાલણસર માટે કોઝવેના ૫ લાખ, ખંઢેરામાં ચેકડેમ માટે ૫.૫૦ લાખ મંજુર કરાયા હતા.
વિરોધપક્ષે પણ કેટલીક સ્પષ્ટતા કરી હતી કે અમોને ઓછી રકમ ફાળવવામાં આવી છે, નિકાવામાં કોઝવે ચેકડેમના ૧૦ લાખ, મિયાત્રામાં ચેકડેમ માટે ૫ લાખ, મતવામાં કોઝવે ચેકડેમના ૫ લાખ, લતીપરમાં ચેકડેમ માટે ૧૧ લાખ, ખારાવેઢામાં કોઝવે ચેકડેમના ૫.૫૦ લાખ, ખીમરાણાથી ધુવાવ ચેકડેમ બનાવવા ૫ લાખ, બેડી ગામે સિકકા તરફ વોકડા ઉપર ચેકડેમ માટે ૫ લાખ, મુરીલા બાલંભડી વિસ્તારમાં કોઝવે માટે ૧૬ લાખ, મોટાવડીયામાં વેરાડી નદીમાં ચેકડેમ માટે ૫ લાખ, સતાપરમાં ડાઇનદી ચેકડેમ માટે ૬.૫૦ લાખ, ઢીચડામાં ચેકડેમ માટે ૧૨ લાખ, રણજીતપરમાં આરઓ પ્લાન્ટ માટે ૫ લાખ, અપીયામાં પાઇપલાઇન અને મોટર માટે ૫ લાખ, દડીયામાં ચેકડેમ અને બોર માટે ૬ લાખ, ભાડાનેશ પ્રા. શાળામાં બોર પમ્પસેટ માટે ૩ લાખ, સતાપરમાં બોર પાઇપલાઇન માટે ૧.૬૦ લાખ, જામવાડીમાં પાણીનો ટાંકો અને બોર બનાવવા ૫ લાખ, બાધલામાં પાઇપલાઇન માટે ૫ લાખ, જાખરમાં પાણીની પાઇપલાઇન માટે ૫ લાખ અને કુલ મળતી ગ્રાન્ટમાં ૧૦ ટકા વહિવટી ટેકનીકલ કામ માટે ૧૨૦૭૭૩૭ રુપીયા મંજુર કર્યા છે, ધારાસભ્ય હેમતભાઇ ખવાએ કેટલીક રજુઆતો કરી હતી જેને લક્ષમાં લેવા માટે પણ તેઓએ જણાવ્યુ હતું આ સભામાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News