સિંચાઇ અને બાંધકામ માટે રુા.૫૦ લાખ: ગામડાઓના રસ્તાના કામો માટે મંજુરી: સ્માર્ટ કલાસ માટે રુા.૩૦ લાખ, કેટલાક ગામમાં કોઝ-વે બંધાશે
જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની ગઇકાલે યોજાયેલી બેઠકમાં ૨૦૨૪-૨૫ના રુા.૪.૦૬ કરોડના બજેટને મંજુરી આપવામાં આવી છે, એટલું જ નહીં ૧૫માં નાણાપંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો અને સ્માર્ટ કલાસ માટે રુા.૩૦ લાખ, સિંચાઇ અને બાંધકામ માટે રુા.૫૦ લાખ મંજુર કરાયા છે જયારે ગામડાઓના ૪૩ રસ્તા માટે મંજુરી અપાઇ છે અને કેટલાક ગામોમાં કોઝ-વે પણ બનાવવામાં આવશે તેવું નકકી કરવામાં આવ્યું છે.
ગઇકાલે કારોબારી સમિતિના અઘ્યક્ષ ચંદ્રીકાબેન અઘેરાના અઘ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં મયીબેન ગલ્ચર, કે.બી.ગાગીયા, જગદીશભાઇ સાંઘાણી, કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. આ બેઠકમાં પંચાયતના એડવોકેટની પેનલ માટેની સતા ડીડીઓને આપવામાં આવી હતી, આગામી નાણાકીય વર્ષના રુા.૪ કરોડ ૬ લાખ ૩૨ હજારના પ્રોજેકટને રજૂ કરાયો હતો. ખાસ કરીને શાળાઓમાં ૩૦ લાખના ખર્ચે સ્માર્ટ કલાસ બનાવવાનું નકકી થયું હતું.
આંગણવાડીના કુપોષીત બાળકો માટે રુા.૧૫ હજારની જોગવાઇને બદલે હવે રુા.૩૦ હજારની જોગવાઇ કરવા નકકી કરવામાં આવ્યું હતું. જયારે અનુ.જાતિ કલ્યાણ માટે કોમ્યુનીટી હોલ બનાવવા રુા.૩૫ લાખની સિંચાઇના કામો માટે રુા.૨૦ લાખ, બાંધકામ વિભાગ માટે રુા.૩૦ લાખની જોગવાઇ કરાઇ હતી, જામનગર તાલુકા પંચાયતના બાકી રહેતા કામો માટે મુદતમાં વધારો કરાયો હતો.
આ ઉપરાંત નંદુરી ગામથી ટેભડા જતાં રસ્તા પર કોઝ-વે, પીપરથી ગોવાણા રોડ ઉપર, લાલપુરથી ગજણા તથા ભોળેશ્ર્વર મહાદેવના મંદિરે જવા રાંધણવા નદી ઉપર બેઠા પુલને ઉંચો કરવા માટે નકકી કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech