BREAKING NEWS

જામનગરમાં બેંક ખાતાની કીટ કમિશનથી મેળવી ઠગાઇ કરનાર ૪ ઝડપાયા

  • January 15, 2026 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલગ અલગ બેંક ખાતાની કીટ કમિશનથી મેળવીને સાયબર ઠગાઇ કરતા સિન્ડીકેટના આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તેની પાસેથી ૫ લાખ રોકડા, ૪ મોબાઇલ, ૯ એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક કબ્જે કરાઇ છે.


આર્થિક ઓનલાઇન ઠગાઇના વધતા ગુનાઓને અંકુશમાં લેવા અને આરોપીઓ સામે કાયદાની જોગવાઇ મુજબ કડક કાર્યવાહી અને તલસ્પર્શી તપાસ કરવા આઇજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના વડપણ હેઠળ ડીવાયએસપી ઝાલા અને સાયબર ક્રાઇમના પીઆઇ આઇ.એસ. ધાસુરાની સુચના અનુસાર સ્ટાફ દ્વારા અલગ અલગ વ્યકિતઓના ખાતા તરફ તપાસ લંબાવવામાં આવી હતી. દરમ્યાન કીટ કમિશનથી મેળવી મળતીયાઓ રાજ ચંપાવત મુળ રાજસ્થાન હાલ ફીલીપાઇન્સ તથા અન્ય ઇસમો સાથે મળી અલગ અલગ લોકો સાથે સાયબર ફ્રોડ કરતી ગેંગ સાથે મળી આર્થિક લાભ મેળવવા ગુના આચરવા માટે એકાઉન્ટ કીટ સહિતની વિગતો આપી લોકો સાથે છેતરપીંડીથી મેળવેલા નાણા અંગત ઉપયોગમાં મેળવેલ.
​​​​​​​

આ બાબતની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ આગળ ધપાવી છે, જામનગરના નાના થાવરીયા ગામના હરદેવસિંહ લખુભા કેર, જયોતપાર્કમાં રહેતા લલીત રમેશ સાંગાણી, ધરારનગર સદગુરુ સોસાયટીના મહમદહનીફ સુલેમાન મોડા અને ન્યુસ્કુલ પાછળ ગોપાલ ભુવન ડેલો ખાતે રહેતા હર્ષ અનિલ જોઇસરને પકડી લીધા હતા. તેની પાસેથી ચેકબુક, પાસબુક, ૯ એટીએમ કાર્ડ, ૪ મોબાઇલ, ૫ લાખ રોકડા કબ્જે કર્યા છે જયારે રાજ ચંપાવત રહે. મુળ રાજસ્થાન હાલ ફીલીપાઇન્સની શોધખોળ આદરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application