રૂ.૭૫ લાખ કઢાવવા માટે પુર્વ ભાગીદારે હવાલો આપતા ગેંગે વેપારીનું અપહરણ કરી તેને ગોંધી રાખી મારમાર્યો હતો.જે ગુનામાં ઝડપાયેલા વધુ ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે.
ટી.એન.રાવ કોલેજ સામે નંદભુમી એપાર્ટમેન્ટમા રહેતા ફરીયાદી આનંદભાઈ ગીરીધરભાઈ કણસાગરાએ અમીત પ્રફુલચંદ કાચા તથા હિરેનભાઈ ગોરધનભાઈ ઠુંમરને ફેકટરીની પાર્ટનરશીપમા ભાગે પડતા રૂા.૭૫ લાખ ચુકવવાના હોય જે રકમ ફરીયાદી ન ચુકવતા પૂર્વ ભાગીદારે આ રકમ કઢાવવા હવાલો આપ્યો હતો.જેથી ટોળકીએ વેપારીનું સ્કોર્પીયો કારમા અપહરણ કરી રૂખડીયાપરા લઇ જઇ લોખંડના પાઈપ વડે તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જે અંગે વેપારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જે ગુનામાં અગાઉ પૂર્વ ભાગીદાર અમીત કાચા ઝડપાયા બાદ વધુ ચાર આરોપીઓ જાહીર સંઘવાણી, સમીર શેખ, નીજામ સંઘવાણી, હીરેન ઠુંમરની પોલીસે ધરપકડ કરી હતી.
ચારેય આરોપીઓએ રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી.બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો તેમજ પોલીસ પેપર્સને ધ્યાને લઇ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો. આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રીપલ એમ.ગેવરીયા, વિવેક ભંડેરી, હાર્દીક વાગડીયા, કિશન માંડલીયા, વિવેક લીંબાસીયા, રવી કોટડીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech