આકર્ષક બોડી માટે 4 યોગાસન, શરીરને રાખશે હેલ્ધી, ફીટ અને તણાવમુક્ત 

  • February 23, 2021 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોગાસન શરીરને ફીટ રાખવાની સાથે હેલ્ધી અને તણાવમુક્ત પણ રાખે છે. આજે આ આર્ટિકલમાં એવા જ 4 યોગાસનની માહિતી આપવામાં આવી છે. 
 

1) ચક્રાવકાસન (Cat-cow pose) :

આ યોગા કરવાથી શરીરનું પોશ્ચર સુધરે છે. આકર્ષક શરીર માટે આ યોગા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો થાકને કારણે તમારી પીઠ અથવા કમરમાં દુઃખાવો થતો હોય તો તમારા માટે આ યોગાસન બેસ્ટ છે. તેને કૈટ કાઉ પોઝ પણ કહેવામાં આવે છે. આ યોગા કરવા માટે તમારા બંને હાથ અને પગને જમીન પર ટકાવીને બેસવું. સ્પાઈનને સીધી રાખી શ્વાસ ભરો અને ઉપર તરફ જુઓ. પછી મસ્તકને બંને હાથો નીચે લઈ જવા. પગને એકબીજાથી થોડા દૂર રાખવા. 


2) મફિન ટોપ પોઝ : 

જો તમારે કમર અથવા પેટની ચરબી દૂર કરવી હોય તો તમારા માટે આ યોગાસન પરફેક્ટ રહેશે. આ યોગા માટે હાથોને ક્રિસ ક્રોસ કરીને પીઠના સહારે ચત્તા સૂઈ જવું. ઘૂંટણને વાળી લેવા. આંગળીઓને મસ્તક પાછળ રાખવી. બંને ઘૂંટણને હિપ્સ તરફ ઉપર ઉઠાવવા. આ યોગા 5 વખત રિપીટ કરવા. 


3) કપોતાસન : 

પાચનતંત્ર માટે આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેને સાયટીકાની સમસ્યા છે તે પણ આ આસન કરી શકે છે. આ આસન કરવા માટે સૌથી પહેલા સીધા બેસવુ, બંને હાથોને પાછળ તરફ લઈ કમર પાસે રાખવા અને હાથોને પગના પંજા પર રાખવા. ગરદનને પાછળની બાજુએ ઝુકાવો, કમરને પણ પાછળની તરફ ધકેલો. 

 

4) સિંહાસન : આ યોગાસનથી ચહેરા પર નિખાર આવે છે. સિંહાસન યોગ કરવા માટે બંને પગને સામેની તરફ રાખીને બેસી જવું. બંને પગને વાળી લેવા. આગળ તરફ ઝુકીને, બંને ઘૂંટણના બળે હાથને નીચે ફર્શ પર રાખવા. શરિરના ઉપરના હિસ્સાને ઉપરની તરફ ખેંચો. જીભને બહાર કાઢવી. નાકથી શ્વાસ લેવા અને આંખો ખુલ્લી રાખવી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS