નિવૃત્ત શિક્ષિકા સહિત બે સાથે બિલ્ડરની ૩૯ લાખની છેતરપિંડી

  • June 08, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નિર્મલા રોડ પર જલારામ પ્લોટમાં રહેતા નિવૃત શિક્ષિકા સહિત બે વ્યકિતઓ સાથે રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડરે કાલાવડ રોડ પર મકાન બનાવી આપવાના નામે ૩૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની અટક કરી આ મામલે તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નિર્મલા રોડ પર જલારામ પ્લોટમાં રહેતા અને અગાઉ રાજકુમાર કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તથા હાલ નિવૃત્તિનું જીવન પસાર કરનાર બીલેન્ડા એસ્ટન હાઇલેન્ડ(ઉ.વ ૬૪) નામના મુદ્દામાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે નીલકઠં ડેરીની સામે સોમનાથ સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા બિલ્ડર જીતેન્દ્ર કુંવરજીભાઈ માનું નામ આપ્યું છે.
નિવૃત્ત શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૧૬ માં રાજકુમાર કોલેજમાં નોકરી કરતા હતા તે વખતે તેમને મકાન ખરીદવું હોય જેથી કોલેજમાં નોકરી કરતા મિસ્ટર બાસુ તંગજાંગને વાત કરી હતી અને તેણે જીતેન્દ્ર મા સાથે વાત કરાવી હતી. તેને મકાન બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, અમારી સાઈટ ટૂંક સમયમાં ડ્રીમલેન્ડ ફાર્મ હાઉસ કલાસિક રેસીડેન્સીની અંદર કાલાવડ રોડ ખાતે શ થનાર છે. તો તમે મારી સાથે જગ્યા જોવા માટે આવો જેથી ફરિયાદી તેની પુત્રી સહિતનાઓ અહીં પ્લોટ જોવા માટે ગયા હતા. યાં બીજા મકાનનું કામ ચાલતું હતુ અને જીતેન્દ્રભાઈ અન્ય એક પ્લોટ જે ખાલી હોય તે દેખાડો હતો અને કહ્યું હતું કે, તમે કહો તે મુજબનું મકાન બનાવી આપીશ અને આ મકાન . ૩૫ લાખમાં તૈયાર થશે તેમ જણાવ્યું હતું.

બાદમાં તારીખ ૧૮૭૨૦૧૬ ના જીતેન્દ્ર એ મકાનની સુધી અને મકાનનું કામ શ કરવા માટે .૮,૦૦,૦૦૦ આપવા પડશે તેમ કહેતા ફરીયાદીએ .૮ લાખ આપ્યા હતા બાદમાં જીતેન્દ્રએ ઘરે આવી કહ્યું હતું કે, તમારે બીજા છ લાખ પિયા આપવા પડશે જેથી તારીખ ૩૦૧૨૦૧૭ ના ૬ લાખ આપ્યા હતા. બાદમાં તારીખ ૧૪૨૨૦૧૭ ના જીતેન્દનેએ વધુ પિયા બે લાખ આપ્યા હતા અને કહ્યું હતું કે હજુ કેટલા દિવસ મકાન તૈયાર થતા લાગશે ત્યારે તેણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં તમારા મકાનનું કામ ચાલુ થઈ જશે આમ કહી તે દિવસો પસાર કરતા હતા પરંતુ મકાનનું કામ પૂં કરતા ન હતા. તેમજ દસ્તાવેજ કરી આપવાનું કહેતા ખોટા વચનો આપી રાખતા હતા.
પાંચેક માસ પૂર્વે ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, જીતેન્દ્ર માએ જે મકાન દેખાડું હતું તે અન્ય કોઈને વેચી દીધું છે જેથી તેને ફોન કરતા તે ફોન ઉપાડતો ન હતો. બાદમાં ફરિયાદી પોતાની દીકરી અને વકીલને સાથે લઈ ગત તારીખ ૧૮૩૨૦૨૩ ના સત્ય સાંઈ રોડ પર જીતેન્દ્ર કરાટે કલાસીસ ચલાવતો હોય ત્યાં તેને મળવા ગયા હતા અને પૂછયું હતું કે તમે અમારા બદલે બીજાને મકાન વેચી નાખ્યું તો હવે અમને પૈસા પાછા આપી દો. જેથી જીતેન્દ્ર ઉશકેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, તમે વકીલને સાથે લઈને આવ્યા છો હવે તમને મકાન પણ નહીં આપું અને પૈસા પણ નહીં મળે તેમ કહી અહીંથી કાઢી મૂકયા હતા ફરિયાદીના પુત્રએ અવારનવાર જીતેન્દ્રને ફોન કર્યેા હતો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો.

દરમિયાન ફરિયાદીને માલુમ પડું હતું કે, જીતેન્દ્ર એ આ રીતે અન્ય લોકો પાસેથી પણ પૈસા લઇ મકાન આપ્યું નથી અને છેતરપિંડી કરી છે. જેમાં રાજકોટના મવડી વિસ્તારમાં પુનિતનગર પાછળ અવસર એપાર્ટમેન્ટ બ્લોક નંબર એ–૫૦૨ માં રહેતા ઉવલ વિરમભાઈ પટેલ પાસેથી . ૨૩ લાખ રોકડ તેમજ ચેક મારફત લીધા હતા પરંતુ મકાન આપ્યું ન હતું. આમ ફરિયાદી સાથે પિયા ૧૬ લાખ અને ઉજવલભાઈ પટેલ સાથે પિયા ૨૩ લાખ મળી કુલ પિયા ૩૯ લાખની છેતરપિંડી કરી હોવા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.છેતરપિંડીના આ બનાવને લઈ પી.આઈ બી.ટી.અકબરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.બી.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી બિલ્ડર જીતેન્દ્ર માને હસ્તગત કરી આ બાબતે તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે


બિલ્ડર સામે આગાઉ ૫૦ લાખની છેતરપિંડીની ફરિયાદ થઇ હતી
જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના શીશાંગ ગામ ખાતે હોલીડે સીટી નામથી ફલેટ બનાવવાની સાઇટ ચાલુ કરી તેમાં ભાગીદાર તરીકે રાખી વિશ્વાસ કેળવી ખોડુભાઇ સામતભાઇ મુંધવા પાસેથી અલગ અલગ સમયે પીયા ૫૦ લાખ મેળવી બુકીંગ કરેલ ફલેટનો દસ્તાવેજ નહીં કરી આપી અને પીયા પરત માંગતા આરોપી ચાર દુકાન તથા છ ફલેટ આપવાનો વાયદો કરી પીયા પરત નહીં આપી વિશ્વાસઘાત–છેતરપીંડી કરતા આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News