જામનગરમાં યમની ચાલ થોડી ધીમી પડી આજે 39 મોત : 314 પોઝીટીવ

  • April 18, 2021 01:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ હોસ્પીટલમાં હજુ પણ બેડ ન મળતા હોવાની રાવ

જામનગર સહિત સમગ્ર હાલારમાં કાળમુખો કોરોના એક પછી એકના જીવ લેતો જાય છે, જો કે ગઇકાલ કરતા મૃત્યુઆંકમાં સારો એવો ઘટાડો થયો છે, લોકો હવે નિસહાય બની ગયા છે, ડોકટરોની હાલત પણ દયજનક સ્થીતીમાં છે, કોવિડ હોસ્પીટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગે છે, સગાવ્હાલાઓના આક્રંદ ભલભલાના કાળજા કંપાવી દે તેવા છે, ગઇકાલે બપોરના 1 વાગ્યા બાદ વધુ 27ના મોત થયા છે, પોઝીટીવ કેસની સંખ્યા દિન પ્રતીદીન કુદકે અને ભુસકે વધતી જાય છે, ત્યારે ગઇકાલે જીલ્લામાં કુલ 314 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જો કે તેની સામે 220 ર્દીઓને ડીસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.

જામનગર ઉપરાંત મોરબી, રાજકોટ, પોરબંદર અને જુનાગઢના દર્દીઓ પણ જામનગરની કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે આવે છે, ગઇકાલે જે મોત થયા છે તેમાં જામનગરના 10 દર્દીનો સમાવેશ થાય છે જયારે 9 દર્દી મોરબીના મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે, જયારે કાલાવડ અને હળવદના બે, વાંકાનેર, ખંભાળીયા અને જામજોધપુરના દર્દીઓના પણ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.

ડીએમસીના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 39ના મોત થયા છે, માંડ માંડ બે ના મૃત્યુ દશર્વિાયા છે, અત્યાર સુધીમાં 283196 લોકોના સેમ્પલ લેવાયા છે ગઇકાલે 192 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જયારે 127 ડીસ્ચાર્જ થયા છે ગઇકાલે બે ના મોત દશર્વિાયા છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 224967 લોકોના સેમ્પલ લેવાયા છે, 122 નવા કેસ આવ્યા છે જેની સામે 93 ડીસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 16 ના મૃત્યુ દશર્વિવામાં આવ્યા છે.

કોવિડ હોસ્પીટલની બહાર દર્દીના સગા ચિંતાતુર નજરે જોવા મળે છે, કોવિડ હોસ્પીટલની બહાર અનેક લોકો વેઇટીંગમાં જોવા મળે છે, જામનગર ઉપરાંત આજુબાજુના ગામડાઓ અને બહારગામથી એમ્બ્યુલન્સની કતારો જોવા મળે છે, કોવિડ હોસ્પીટલ ફુલ થઇ ગઇ છે ત્યારે લોકોને ના છુટકે ખાનગી હોસ્પીટલનો સહારો લેવો પડે છે ત્યાં પણ લોકોને લુંટવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

કોરોનાએ આડો આંક વાળ્યો છે જો કે જામનગરમાં હજુ ઓકસીજન, દવા, ઇન્જેકટશનનો જથ્થો પુરતા પ્રમાણમાં છે પરંતુ જે રીતે પોઝીટીવ કેસ વધી રહયા છે તે ખુબ જ ચિંતાજનક ગણી શકાય, લાંબા સમય બાદ જામનગર શહેરમાં 192 એટલે કે 200થી નજીક પોઝીટીવ કેસ નોંધાયા છે, દિન પ્રતીદીન 15 થી 20 પોઝીટીવ કેસ વધતા જાય છે જામનગરની હાલત દિન પ્રતીદીન કફોડી બનતી જાય છે ત્યારે રાજયના મુખ્યમંત્રી આજે પરિસ્થીતીની સમીક્ષા કરવા જામનગર આવી પહોચ્યા છે.

કોવિડ હોસ્પીટલના મૃતકોની યાદી
તા. 16/4/21 બપોર બાદ થયેલા મોત
(1) ડુંગરભાઈ જેઠાભાઈ દેત્રોજા (ઉ.વ.60) મોરબી
(ર) સંજયભાઈ બેડિયા (ઉ.વ.48) મચ્છરનગર, જામનગર
(3) હરગમબેન નુદ્દીનભાઈ મોદી (ઉ.વ.67) સિલ્વર પાર્ક, જામનગર
(4) નટુભા કાળુભા જાડેજા (ઉ.વ.45) ગોકુલનગર, જામનગર
(5) દિલીપસિંહ માનસિંહ જાડેજા (ઉ.વ.57) કાલાવડ
(6) કુંવરબેન આત્મારામભાઈ દાણિધારિયા (ઉ.વ.85) દ્વારકા
(7) મગનભાઈ રણછોડભાઈ ચૌહાણ (ઉ.વ.63) હળવદ
(8) વિનોદભાઈ પુનાભાઈ ભાડિયા (ઉ.વ.33) મોરબી
(9) ભાવનાબેન અરવિંદભાઈ પાનસુરિયા (ઉ.વ.46) કાલાવડ
(10) ભીખાભાઈ દેવજીભાઈ જેલરિયા (ઉ.વ.65) મોરબી
(11) કાદરભાઈ સૈયદભાઈ ખોરબ (ઉ.વ.52) એમ.પી.શાહ ઉ.નગર, જામનગર
(12) ઉર્મિલાબેન દેવજીભાઈ મકવાણા (ઉ.વ.58) મોરબી
(13) લાહનુભાઈ સકારામ જાદવ (ઉ.વ.75) ખોડિયાર કોલોની, જામનગર
(14) જીગરભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ.38) વાંકાનેર
(15) માધવજીભાઈ ભોજાભાઈ પનારા (ઉ.વ.60) મોરબી
તા. 17/4/21ના મોત
(1) કાસમભાઈ ઉસ્માનભાઈ સેરસિયા (ઉ.વ.50) વાંકાનેર
(ર) વિનોદભાઈ પોપટભાઈ પરમાર (ઉ.વ.52) ભાડિયત, મોરબી
(3) નાનજીભાઈ સાજણભાઈ વારકિયા (ઉ.વ.42) શંકરટેકરી, જામનગર
(4) બાબુલાલ સીદાભાઈ વાવેચા (ઉ.વ.60) જામખંભાળિયા
(5) નાથીબેન નિર્મલભાઈ ચાવડા (ઉ.વ.30) સોહમનગર, જામનગર
(6) ઈન્દુબેન જેન્તીભાઈ (ઉ.વ.55) જામજોધપુર
(7) એલાભાઈ રાભડિયા (ઉ.વ.95) હળવદ
(8) લક્ષ્મણભાઈ દેત્રોજા (ઉ.વ.85) મોરબી
(9) હિતેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ (ઉ.વ.53) સેતાવાડ, જામનગર
(10) રાજેન્દ્રસિંહ વાઢેર (ઉ.વ.45) રામેશ્ર્વરનગર, જામનગર
(11) જયસુખભાઈ દામડિયા (ઉ.વ.45) પીઠડિયા, કાલાવડ
(12) રવિભાઈ રાજેશભાઈ ગોહિલ (ઉ.વ.29) સમર્પણ પાર્ક, જામનગર
(13) સરસ્વતિબેન રતનશીભાઈ સામાડીગા (ઉ.વ.70) મોરબી
(14) કરમશીભાઇ કુંડરીયા (ઉ.વ.60) નસીથપર મોરબી
(15) શાંતિભાઇ મોહનભાઇ ગોરેચા (ઉ.વ.65) બેડ, જામનગર
(16) જેન્તીભાઇ મોહનભાઇ ટાંક (ઉ.વ.60) મેઘપર, જોડીયા
(17) ઇન્દુબા શકિતસિંહ ઝાલા (ઉ.વ.62) ધાંગધ્રા, સુરેન્દ્રનગર
(18) પ્રભાતબા ચાવડા (ઉ.વ.70) કોયલાણા, માણાવદર
(19) હંસાબેન ધરમશીભાઈ (ઉ.વ.60) દિગ્વિજય પ્લોટ, જામનગર
(20) સુશિલાબેન ગોરધનભાઈ સથાણિયા (ઉ.વ.42) સાધના કો.,જામનગર
(21) નીશિથ સોનછાત્રા (ઉ.વ.42) રાધે એપાર્ટમેન્ટ, જામનગર
(22) મણિબેન જોભા કંચવા (ઉ.વ.65) મેઘપર, જામનગર
(23) સોનેરાબેન મકસુદભાઈ શેખ (ઉ.વ.45) જામજોધપુર
(24) મોહનભાઈ મકવાણા (ઉ.વ.93) હનુમાન ટેકરી, જામનગર

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS