દેવભૂમિ દ્વારકા જિલામાં કરાર આધારિત 39 ડોકટરો વિવિધ માંગણી હેઠળ હડતાળ પર જતાં સેવાને અસર

  • May 20, 2021 11:16 AM 

વાવાઝોડામાં પણ ઇમરજન્સી સેવા આપવાની તૈયારી

દેવભૂમિ દ્વારકા જિલામાં કરાર આધારિત 39 જેટલા ડોકટર્સ સહિત 1પપ જેટલા આરોગ્ય સબંધી કર્મચારીઓ વિવિધ માંગ સાથે હડતાળ પર જતાં સેવાઓ ખોરવાઇ જતાં વ્યાપક અસર પહોંચી હતી. જોકે હડતાળી ડોકટર્સ દ્વારા વાવાઝોડામાં પણ ઇમરજન્સી સારવાર હેઠળના દર્દીઓને સેવા આપવાની ઓફર કરાઇ હતી. રાજયભરમાં કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓની તેઓના વિવિધ પ્રશ્ર્ને થઇ રહેલા અન્યાયના વિરોધમાં સામૂહિક હડતાલમાં દવભૂમિ દ્વારકા જિલાના કરાર આધારિત 1પપ જેટલા કર્મચારીઓ જોડાયા હતા. જેમાં જિલાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના 39 જેટલા એમ઼બી.બી.એસ. તથા  ડોકટર્સ પણ સામૂહિક હડતાળમાં જોડાતા ગ્રામ્ય પંથકમાં એક સાથે 39 જેટલા ડોકટર્સના અભાવે કોરોના મહામારી સમયે સારવારમાં આરોગ્ય સેવાને વ્યાપક અસર પહોંચી છે. જો કે વાવાઝોડાના સમયે પણ આ હડતાલી કર્મચારીઓએ માનવતા દાખવી ઈમરજન્સી સેવા આપી મદદરૂપ થવાની પહેલ પ્રશંસનીય બની હતી. હાલ છેલા દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં ક્રમશ: ઘટાડો નોંધાયો હોય આમ છતાં સંક્રમણ ગમે ત્યારે વધી શકે તેમ હોય ત્યારે એવી પરિસ્થિતિમાં આરોગ્ય સેવાને વ્યાપક અસર પહોંચવાની સંભાવના છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS