ધાર્મિક સંપ્રદાય દ્વારા કુલ રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું અનુદાન આપવામાં આવ્યું
અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિર માટે છોટીકાશી જામનગરમાં રામ જન્મભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિ જામનગરને જામનગરના વિવિધ સંપ્રદાય દ્વારા નિધિ અર્પણ કરવામાં આવી હતી.
જામનગરના ખીજડામંદિર માં યોજાયેલા એક કાર્યક્રમમાં ખીજડામંદીર ના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નું અનુદાન, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નું અનુદાન, મોટી હવેલીના મહંત વલ્લભરાયજી મહોદય દ્વારા રૂ.૫,૫૫,૫૫૫ નું અનુદાન મળી ને કુલ રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે સમિતિના ભરતભાઇ ફલિયા, ભરતભાઇ મોદી, મનોજ ભાઈ અડાલજા, જ્ઞાનેન્દ્રસિંહ અને વ્રજલાલભાઈ પાઠક વિગેરે ઉપસ્થિત રહી નિધિ સ્વીકારી હતી.
સંતો- મહંતો દ્વારા જિલાના લોકોને મુક્તમને ખુલા હાથે નિધિમાં યોગદાન આપી આ મહા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230