સલાયાના યુવાન ઉપર સામાન્ય બાબતે મુઠ વડે હુમલો

  • January 23, 2021 09:32 PM 58 views

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અબ્દુલા ઉર્ફે સલીમ એલિયાસ સુંભણિયા નામના 18 વર્ષીય મુસ્લિમ વાઘેર યુવાન નામનો યુવાન તેમના મિત્રો સાથે ત્રણેક દિવસ પહેલા ઘર નજીકના વિસ્તારમાં રાત્રિના સમયે તાપણું કરી રહ્યો હતો, ત્યારે આ સ્થળેથી સલાયાનો સમીર ઈલિયાસ રાજા નામનો શખ્સ નીકળ્યો હતો. અને સામાન્ય બાબતે મસ્તીમાં થયેલી બોલાચાલી બાદ સમીરે પોતાની પાસે રહેલી ધાતુની મુઠ અબ્દુલ ઉર્ફે સમીર એલીયાસ સુંભાણીયાને ઝીંકી દેતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે લોહી-લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ અંગે સલાયા મરીન પોલીસે સમીર ઈસ્માઈલ રાજા સામે આઇ.પી.સી. કલમ 323, 324, 325, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application