જેતપુર સિટી પોલીસ સ્ટેશન પાસે મહિના પૂર્વે કાર ટ્રાફિકમાં અડચણપ રાખી ચાર શખસો હંગામા મચાવતા હતા. જે તે સમયે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમના ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ ફોનની તપાસ કરતા જૂનાગઢના શખસના મોબાઈલમાંથી ચાઈલ્ડ પોનોગ્રાફી સહિતનું અશ્લીલ સાહિત્ય મળતા તેની સામે પોકસો અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જેતપુર સિટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મિત ગિરીશભાઈ ઉર્ફે જગદીશભાઈ સોંદરવા (ઉ.વ ૨૫ રહે. લમીનગર શેરી નંબર ૨ મોતીબાગ જુનાગઢ) નું નામ આપ્યું છે.
એએસઆઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૭૧૦ ના રાત્રીના પીઆઇ એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ તે તથા હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વસોયા, સાગરભાઇ મકવાણા, જયેશભાઈ દાફડા, કોન્સ્ટેબલ સાગરભાઇ ઝાપડીયા સહિતનાઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન જેતપુર સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જાહેર રોડ પર ચાર શખસો કાર ટ્રાફિકને અડચણપ રાખી ગાળાગાળી કરતા હતા અને કહેતા હતા કે તમે અમારા મિત્ર પ્રતાપસિંગને કેમ છોડતા નથી? જેથી ચારેયને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરતા તેમના નામ જીતેન્દ્ર સોંદરવા, પરેશ ઉર્ફે જાડો સોંદરવા,મીત સોંદરવા(રહે.ત્રણેય જૂનાગઢ) અને માનવ મંગલસિંહ ગોહિલ (રહે. રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. જે તે સમયે આ ચારેય સામે હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ દાફડાની ફરિયાદ પરથી એમવી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મોબાઈલ ફોનની તપાસ કરતા મિત સોંદરવા પાસેથી કબજે લેવાયેલ આઈફોનની તપાસ કરતા તેને મોબાઈલ નંબર ૯૩૨૮૫ ૦૪૫૪૬ પરથી તારીખ ૧૫૧૦ ના બાળકનું ગુ ભાગ દેખાય તેવું અશ્લીલ ચિત્ર મોકલવામાં આવ્યું હોય જે ફોટો તેણે સેવ કરી રાખ્યો હતો.આ સિવાય કોઈ વાંધા સ્પષ્ટ્ર કે શંકાસ્પદ ચેટ જોવામાં આવી ન હતી.બાદમાં મોબાઇલ ફોનમાં રહેલ ફોટો નામની એપ્લિકેશન ખોલતા જુદા જુદા ફોલ્ડર હોય જેમાં એક હિડન ફોલ્ડર હોય જે ઓપન કરતા તેમાંથી ૩૮૨ અશ્લીલ ફોટા અને ૧૨૭ વિડીયો મળી આવ્યા હતા. આ ઉપરાંત ફોટો તથા વિડીયો ફાઇલમાં મિત તથા તેની સાથે અજાણ્યા શખસો નશાકારક પદાર્થેા સેવન કરતા હોય તેવો તેમજ અજાણી મહિલા સાથે દાનો નશો કરતા હોય તેવા પિકચર પણ જોવા મળ્યા હતા. જેથી આ બાબતે એએસઆઇની ફરિયાદ પરથી મિત સોંદરવા તથા તેને ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતો ફોટો મોકલનાર સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં આઇટી એકટ અને પકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech