જામજોધપુર તાલુકાના નંદાણાથી કડવાલ પાટીયા અને શેઠવડાળા સુધીનો રસ્તો સાવ ખખડધજ...

  • January 13, 2021 12:01 PM 206 views

મુખ્યમંત્રી સહિતનાને રજુઆત: ગ્રામજનો હેરાન-પરેશાન

જામજોધપુર તાલુકાના નંદાણાથી કડબાલના પાટીયા સુધી તેમજ નંદાણાથી શેઠવડાળા સુધીનો જાહેરમાર્ગ ચોમાસામાં ખુબ જ વરસાદ પડવાથી ધોવાણને કારણે આ માર્ગની પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઇ છે આ રસ્તાઓ પર ગાબડા પડી ગયા હોય વાહનો ચલાવવા મુશ્કેલ થઇ ગયા છે જેથી અકસ્માતો થવાની ભય રહે છે આ રોડ પરથી દર્દીઓને વાહનમાં લઇ જવા અતિ મુશ્કેલ પડે છે ખાસ કરીને પ્રસુતા મહિલાને દવાખાને આ રસ્તા પરથી વાહનમાં લઇ જવા પરેશાની વેઠવી પડે છે જેથી આ રસ્તાનું નવીનીકરણ રીપેરીંગ કરવું જરુરી છે. હાલ નંદાણા વિસ્તારના પોતપોતાના ખેતર તથા વાડીએ જવામાં તેમજ નંદાણાથી કઠલાલ તથા નંદાણાથી જામનગર જામજોધપુર તથા અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જવા આવવા માટે વિપ્ર પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે જેથી આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા નંદાણા ગામના જયદીપ રાજેશભાઇ રામોલીયાએ મુખ્યમંત્રી સાંસદ તેમજ માર્ગ મકાન મંત્રીને લેખિત રજુઆત કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application