ધ્રોલમાં ચાઇનીઝ દોરી તથા ફીરકીનું વેંચાણ કરતા વેપારીની ધરપકડ

  • January 13, 2021 11:59 AM 202 views

સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે ચાઇનીઝ દોરીવાળી જુદી જુદી 11 ફીરકીઓ જપ્ત કરાઇ

સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ધ્રોલમાં એક વેપારી દ્વારા ચાઇનીઝ ફીરકીનું વેચાણ કરતા પોલીસે વેપારીની ધરપકડ કરી 11 ફીરકીઓ જપ્ત કરી હતી.
ઉતરાયણ પર્વ પહેલા રાજય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેંચાણ પણ પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું બહાર પાડયું હોય અને તેનો ચુસ્તપણે અમલ કરાવવા માટે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ ખાસ ચોકસાઇ રાખતી હોય ત્યારે ધ્રોલના ગા:ધીચોકમાં ચાઇનીઝ દોરીનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે ગાંધીચોક ખાતે આવેલ રામ શોપીંગ સેન્ટરમાં આવેલ સમય જનરલ સ્ટોર નામની દુકાનમાં તલાસી લેતા આ દુકાનમાંથી ચાઇનીઝ બનાવટની પતંગની દોર મળી આવતા આ દોરીનું ગેરકાયદે વેંચાણ કરતા સમય જનરલ સ્ટોર્સના ધર્મેશભાઇ કાનજીભાઇ દલસાણીયા (રહે. ગજાનન સોસાયટી ધ્રોલ) ની અટકાયત કરી છે. આ ઉપરાંત તેની દુકાન ઉપરના વખારમાંથી 11 જુદા જુદા કલરાઇનીઝ દોરીવાળી ફીરકીઓ પણ મળી આવી હતી જેને પોલીસે જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application