આરોગ્યકર્મીઓની રાજયવ્યાપી હડતાલના પગલે દ્વારકા, વરવાળા, સુરજકરાડી, બેટ દ્વારકાના કોવિડ સેન્ટર બંધ રહયા

  • January 13, 2021 11:55 AM 210 views

રાજયભરમાં જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓને ગ્રેડ પે સહિતના પડતર પ્રશ્ર્નો અંગે બબ્બે વખત મંત્રણા બાદ અને રાજય સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા લેખીત ખાત્રી બાદ પણ પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતાં આગામી તા.16થી કોરોના વેક્સીનેશન ચાલુ થાય તે પહેલાં જ આજથી રાજયભરના આરોગ્યકર્મીઓની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ હડતાલમાં જોડાયો હોય જિલાભરમાંથી આશરે 3પ0 આરોગ્યકર્મીઓએ સામૂહિક અચોકક્સ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા.

આ પૈકી ઓખામંડળ તાલુકામાં દ્વારકા, વરવાળા, સુરજકરાડી તથા બેટ દ્વારકાના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોય કોરોનાનો ખતરો હજૂ ટળ્યો ન હોય ત્યારે ચારેય સેન્ટરમાં કોવિડ સેન્ટરને તાળાં વાગી જતાં કોવિડ અંતર્ગતની કામગીરી બંધ થઇ ગઇ છે.

આ સાથે તાલુકામાં એકમાત્ર ઓખા ખાતે કોવિડ સેન્ટર યથાવત ચાલુ રહયુ હતુ જયારે અન્ય સેન્ટરો હડતાલને પગલે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયવ્યાપી હડતાલમાં જનાર સંગઠન દ્વારકા હડતાલ પર જનાર કર્મચારીઓ કોવિડ રસીકરણમાં રસી લેવાની તેમજ આપવાની મનાઇ ફરમાવી હોય તાલુકામાં સમયસર વેક્સીનેશનની કામગીરી કઇ રીતે હાથ ધરાશે તેવા પ્રશ્ર્નો ઉઠયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application