દેશમાં 24 કલાકમાં નવા 36 હજાર કેસ નોંધાયા, 70 ટકા કેસ એકલા કેરળમાં નોંધાયા

  • August 19, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 70 ટકા કેસ તો માત્ર એકલા કેરળમાં જ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 36,401 નવા કોરોના કેસ આવ્યા અને 530 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એક દિવસ પહેલા 35,178 કેસ નોંધાયા હતા. તે જ સમયે, 39,157 લોકો પણ 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે, એટલે કે, ગઈકાલે 3286 એક્ટિવ કેસ ઘટ્યા છે.

 

બુધવારે કેરળમાં કોરોના વાયરસના ચેપના 21,427 નવા કેસ નોંધાયા છે. એટલે કે, 70 ટકા કેસ માત્ર કેરળમાં છે. અગાઉના દિવસે, અહીં રોગચાળાને કારણે 179 લોકો મૃત્યુ પામ્યા હતા. કેરળમાં નવા કેસો સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 37 લાખ 25 હજાર અને મૃતકોની સંખ્યા 19,049 પર પહોંચી છે. એક દિવસમાં 18,731 લોકો સાજા થયા.

 

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 23 લાખ 22 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 33 હજાર 49 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 15 લાખ 25 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 64 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021