ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં લાંબા સમય બાદ બદલીનો ઘાણવો નીકળ્યો છે, વિભાગીય નિયામકોથી લઈને ડેપો મેનેજર કક્ષા સુધીના ૩૫ અધિકારીઓની બદલી થઇ છે જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, પોરબંદર, ભુજ, અમરેલી, જુનાગઢ, ગોંડલ, ઉપલેટા સહિત સૌરાષ્ટ્ર કચ્છના ૧૮ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
અમુક અધિકારીઓની સ્વવિનંતીથી બદલી કરાઇ છે તો અમુકને એક જ સ્થળે ફરજને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તેમની બદલી કરાઇ છે. જ્યારે અમુકને તેમની જગ્યાએ યથાવત રાખીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને અવેજીની રાહ જોયા વિના બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાનું રહેશે અને જોઇનિંગ ટાઇમ બદલીના સ્થળે હાજર થયા બાદ મેળવી શકશે.
ઉપરોક્ત હુકમમાં રાજકોટ એસટી ડિવિઝનમાંથી સિનિયર ડીએમઇ, ગોંડલ ડેપો મેનેજર, ડેપ્યુટી ઇજનેર બાંધકામને વધારાની કામગીરીની સોંપણી, સિનિયર લેબર ઓફિસર સહિત ચારનો સમાવેશ કરાયો છે. દરમિયાન વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટૂંક સમયમાં બદલીના વધુ ઓર્ડર આવે તેવી પુરી શક્યતા છે.
ક્યા અધિકારીની ક્યાં બદલી કરાઇ
અધિકારી---હાલનો હોદ્દો----હવેનો હોદ્દો
૧.એન.એસ.પટેલ ડીસી વલસાડ ડીસી ભુજ
૨.વાય.કે.પટેલ ઇન્ચાર્જ ડીસી ભુજ ઇન્ચાર્જ ડીસી મહેસાણા
૩.એમ.ડી.શુકલ સીની.સુપ્રી-નરોડા, ડીસી વલસાડ
૪.એસ.પી.માત્રોજા સિની.ડીએમઇ રાજકોટ સિની.ડીએમઇ વલસાડ
૫.એન.સી.સોની ડીએમઇ જામનગર, ડીએમઇ રાજકોટ
૬.એસ.કે.કલોલા ડેપો મેનેજર નલિયા, ડીડબ્લ્યુએસ જામનગર
૭.પી.એ.પટેલ આસિ.સુપ્રિ. નરોડા, ડેપો મેનેજર મહેસાણા
૮.આર.એમ.ચૌધરી ડેપો મેનેજર મહેસાણા ડેપો મેનેજર ખેરાલુ
૯.આર.પી.ચૌહાણ ડેપો મેનેજર જંબુસર ડેપો મેનેજર ખેડબ્રહ્મા
૧૦.ડી.એમ.ખરાડી ડેપો મેનેજર ખેડબ્રહ્મા એડબ્લ્યુએસ હિંમતનગર
૧૧.એસ.બી.સંગાથ ડેપો મેનેજર મહુવા ડેપો મેનેજર મહુધા
૧૨.વી.સી.પટેલ ડેપો મેનેજર મહુધા ડેપો મેનેજર બારેજા
૧૩.કે.એ.પારેખ ડેપો મેનેજર બારેજા ડેપો મેનેજર વિરમગામ
૧૪.એ.એચ.સોલંકી ડેપો મેનેજર વિરમગામ ડીટીઓ ભરૂચ
૧૫.એસ.એસ.પટેલ ડીટીએસ ભરૂચ ડેપો મેનેજર વડોદરા
૧૬.એમ.એન.ગૌસ્વામી ડેપો મેનેજર વડોદરા ડે.સુપ્રિ. નરોડા
૧૭.એન.સી.રાઠોડ ડેપો મેનેજર દ્વારકા ડેપો મેનેજર જંબુસર
૧૮.એમ.આર.રાઠોડ ડેપો મેનેજર ખંભાળિયા ડેપો મેનેજર દ્વારકા
૧૯.જી.કે.પંચાલ ડેપો મેનેજર ચાણસ્મા ડેપો મેનેજર બેચરાજી
૨૦.એમ.યુ.ચાવડા ડેપો મેનેજર બેચરાજી ડેપો મેનેજર ચાણસ્મા
૨૧.જે.પી.જાડેજા એટીએસ જામનગર ડેપો મેનેજર ખંભાળિયા
૨૨.એમ.કે.સોલંકી ડેપો મેનેજર માંગરોળ એટીએસ જૂનાગઢ
૨૩.કે.એમ.જાડેજા ડેપો મેનેજર ગોંડલ ડેપો મેનેજર મહુવા
૨૪.આર.જી.ઠુમ્મર ડેપો મેનેજર ઉપલેટા ડેપો મેનેજર જામજોધપુર
૨૫.એસ.એ.મોમીન ડેપો મેનેજર જામજોધપુર ડેપો મેનેજર ગોંડલ
૨૬.એચ.એન.ઉપાધ્યાય ડે.ઇજનેર અમદાવાદ ડીઇ પાલનપુર
૨૭.કે.ડી.નાયક ડીઇ ભાવનગર, ડીઇ સુરત
૨૮.આર.એચ.મોરધરા ડીઇ અમરેલી ભાવનગર એડીશનલ ચાર્જ
૨૯.એ.ડી.મહેતા ડીઇ રાજકોટ, જૂનાગઢ એડિશનલ ચાર્જ
૩૦.ડી.વી.પટેલ એકા.ઓફિસર હિંમતનગર એકા. ઓફિસર અમદાવાદ
૩૧.જે.કે.ચૌધરી એકા.ઓફિસર હિંમતનગર એકા. ઓફિસર અમદાવાદ
૩૨.પી.એન.પ્રજાપતિ એકા.ઓફિસર નરોડા, સેન્ટ્રલ ઓફિસ એડિ.ચાર્જ
૩૩.ડી.યુ.વાઘેલા સિની.લેબર ઓફિસર રાજકોટ, સિની. લેબર ઓફિસર સેન્ટ્રલ ઓફિસ
૩૪.જે.વી.કણઝારીયા વહીવટી અધિકારી જામનગર વહીવટી અધિકારી રાજકોટ
૩૫.એસ.એમ.અન્સારી સિની.લેબર ઓફિસર અમરેલી, સિની.લેબર ઓફિસર ભાવનગર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMવૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય' આધારિત લોકજાગૃતિ અભિયાન યોજાશે
May 24, 2025 03:22 PMકુંભણના યુવાને માલણ ડેમમાં કૂદી વ્હોર્યો આપઘાત
May 24, 2025 03:20 PMસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ ચોમાસાના આગમનના એંધાણ
May 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech