આજે દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ શહેરમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 વર્ષીય યુવકે સાંજે 4:45 વાગ્યે પ્રથન ખીરીવત સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સ્કૂલના ડિરેક્ટર અને એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. કુલ મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થયો નથી. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી
એવું બહાર આવ્યું છે કે આજે દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ જિલ્લામાં એક શાળામાં ગોળીબાર કરનાર હુમલાખોરની અટકાયત કરવામાં આવી છે, અને તમામ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ સોશિયલ મીડિયા પર અહેવાલ આપ્યો હતો કે બુધવારે સોંગખલા પ્રાંતના હાટ યાઇમાં પટોંગપ્રથાનાકિરીવાટ શાળામાં એક 18 વર્ષીય વ્યક્તિ હથિયાર સાથે ઘૂસ્યો હતો. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વિચિયન સોબૂને રોઇટર્સને જણાવ્યું હતું કે, "હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે."
અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા. 2022માં, એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ દેશના પૂર્વ ભાગમાં બંદૂક અને છરીથી એક નર્સરી પર હુમલો કર્યો હતો, જેમાં 22 બાળકો સહિત 36 લોકો માર્યા ગયા હતા.