જામ્યુકો દ્વારા ૧૨૬ આસામીઓ પાસેથી ૩૪ લાખની વસુલાત

  • March 18, 2023 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશને ખૂબ જ વેગવંતી બનાવી દેવામાં આવી છે અને ગઈકાલે એક જ દિવસમાં કુલ ૧૨૬ આસામીઓ પાસેથી બાકી રોકાતો રૂપિયા ૩૪ લાખ થી વધુનો વેરો વસૂલ કરી લેવામાં આવ્યો છે, જ્યારે ચાર મીરકતોને સીલ કરવામાં આવી છે.


 જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વિભાગની જુદી જુદી ચાર ટુકડીઓ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાં વેરો વસૂલવા માટે ની ઝુંબેશને ખૂબ જ વેગવંતી બનાવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે વોર્ડ નં.૧ માં ૧ આસામી પાસેથી રૂ.૩૪,૬૬૦ની બાકી રોકાતી રકમ વસુલ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં.૨ માં ૭ આસામીઓ પાસેથી રૂ.૧,૪૦,૬૧૭, વોર્ડ નં.૩ માં ૧૭ આસામીઓ પાસેથી રૂ.૨,૩૫,૬૮૧, વોર્ડ નં.૪ માં ૧૦ આસામીઓ પાસેથી રૂ.૨,૦૯,૦૦૯ની રકમ વસુલ કરાઈ છે.
આ ઉપરાંત વોર્ડ નં.૫ માં ૩૪  આસામીઓ પાસેથી રૂ.૬,૮૩,૬૮૫, વોર્ડ નં.૬ માં ૬ આસામીઓ પાસેથી રૂ.૧,૯૮,૫૮૪, વોર્ડ નં.૭ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૫૦,૨૩૮, વોર્ડ નં.૮ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૧૯,૯૦૯, વોર્ડ નં.૧૦ માં ૧૫  આસામીઓ પાસેથી રૂ.૨,૫૬,૬૧૯, વોર્ડ નં.૧૧ માં ૨  આસામીઓ પાસેથી રૂા.૫૨,૯૨૦ ની રકમ વસૂલી લેવામાં આવી છે.


 તે જ રીતે વોર્ડ નં.૧૨ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૬૬,૨૭૩, વોર્ડ નં.૧૩ માં ૧૬ આસામીઓ પાસેથી રૂ.૫,૯૦,૯૪૩, વોર્ડ નં.૧૪ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૧,૦૮,૦૭૧, વોર્ડ નં.૧૫ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૨,૧૯,૧૪૩, વોર્ડ નં.૧૬ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૭૨,૨૭૦ વોર્ડ નં.૧૭ માં ૧૭ આસામીઓ પાસેથી રૂ.૩,૧૦,૯૫૬, વોર્ડ નં.૧૮ માં ૪ આસામી પાસેથી રૂ.૫૩,૧૩૦ અને વોર્ડ નં.૧૯ માં આસામીઓ પાસેથી રૂ.૮૧,૬૫૦ ૬ સહિત કુલ-૧૬૦ આસામીઓ પાસેથી બાકી રોકાતી રૂ.૩૪,૮૪,૩૫૮ ની વસુલાત કરવામાં આવી છે.


જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૭ માં બે મિલ્કત ધારકોએ રૂ.૫૯,૯૩૬ નો વેરો ભર્યો ન હોવાથી તેમજ વોર્ડ નં.૧૩ માં પણ બે મિલ્કત ધારકોએ પોતાનો  રૂ.૪૧,૪૩૮ નો વેરો ભર્યો ન હોવાથી ઉપરોક્ત ચારેય મિલ્કતો સિલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application