ચંદ્રભાગા, ગોરીંજા તથા વાચ્છુ દરીયા કાંઠેથી 68.727 કીલો માદક પદાર્થ મળ્યો : એક અઠવાડીયામાં કુલ 61.86 કરોડનું ચરસ શોધી કાઢવામાં પોલીસને સફળતા
દેવભુમી દ્વારકા જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દરીયા કાંઠે ચરસના પેકેટો મળી આવવાનું યથાવત રહયું છે, શનિવારે વધુ ચરસનો કરોડોનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો, જે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, દ્વારકાના ચંદ્રભાગા, ગોરીંજા અને વાચ્છુ દરીયાકાંઠેથી 34.36 કરોડનો વધુ જથ્થો મળી આવતા એક સપ્તાહ દરમ્યાન કુલ 61.86 કરોડનું ચરસ શોધી કાઢવામાં દ્વારકા પોલીસ વિભાગને સફળતા મળી છે, આ ચરસનો જથ્થો કયાંથી અને કોણે વહન કર્યો એ દિશામાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ ચલાવી રહી છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લાની દરીયાઇ સુરક્ષા સુદઢ કરવા તેમજ દરીયાઇ માર્ગે ગેરકાયદે હેરાફેરી તથા લેન્ડીંગ પર અંકુશ લાવવા નીયમીત પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્સ થવા માટે સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
દેવભુમી દ્વારકા જીલ્લામાં અગાઉ બીનવારસુ ચરસ મળી આવેલ હોય જે બાબતને જીલ્લા પોલીસવડાએ ગંભીરતાથી લઇ દ્વારકા એસઓજી, સ્થાનીક પોલીસ, એસઆરડી તથા જીઆરડીને સાથે રાખી દરીયાકાંઠાના ગામડાઓ તથા વિસ્તારનું અસરકાર પેટ્રોલીંગ કરવા તથા ડ્રોનનો ઉપયોગ કરી દરીયાઇ વિસ્તારનું સર્વેલન્સ કરવા માટે સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને તા. 15-6ના રોજ દ્વારકા પોલીસ સ્ટાફ તથા એસઆરડી સભ્યોની ટીમ દરીયાકીનારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચંદ્રભાગા વિસ્તાર દરીયાકીનારે માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 9 જેમાં 09.383 કીલો ચરસ કિ. 4.99.15000 મળી આવેલ તેમજ વાચ્છુ ગામ દરીયાકાંઠેથી માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 29 જેમા 31.066 કીલો ચરસ કિ. 15.53.000 બીનવારસુ હાલતમા મળી આવેલ તેમજ ગોરીંજા ગામ દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસનું પેકેટ નંગ 26 જેમા 27.678 કીલો ચરસ કિ. 13.83.90000 નું બીનવારસુ હાલતમાં મળી આવેલ હતું.
આમ ઉપરોકત ગુનાની તપાસ દરમ્યાન માદક પદાર્થ ચરસના વધુ 64 પેકેટ જેનુ વજન 68.727 કીલ કિ. 34.63.35000 નું બિનવારસુ મળી આવેલ હોય તેમજ અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશનના વરવાળા દરીયાકાંઠેથી માદક પદાર્થ ચરસ 32.053 કીલો કિ. 16.02.65000 તથા મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી માદક પદાર્થ ચરસના 21 પેકેટ જેનુ વજન 22.948 ગ્રામ કી. 11.47.35000 નો મુદામાલ બીનવારસુ હાલતમા મળી આવેલ આમ આ ગુનાની તપાસ દરમ્યાન દરીયાકીનારા વિસ્તારમાથી માદક પદાર્થ ચરસના કુલ પેકેટ 115 જેનુ વજન 123.728 કીલો જેની કુલ કિ. 61.86.35000 નું શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech